Home » Gujarat » Bhuj » Rapar » ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં સવારે ડીડીઓ અને બપોરે કલેકટર છાત્રોને આવકારશે

ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં સવારે ડીડીઓ અને બપોરે કલેકટર છાત્રોને આવકારશે

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 04:00 AM

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી સવારે 10 વાગે ધોરણ 10ની અને બપોરે 3 વાગે...

  • ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં સવારે ડીડીઓ અને બપોરે કલેકટર છાત્રોને આવકારશે
    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી સવારે 10 વાગે ધોરણ 10ની અને બપોરે 3 વાગે ધોરણ 12ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે, જેમાં કચ્છ જિલ્લામાં 45618 વિદ્યાર્થીઓ કસોટી આપશે. જેમને ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં સવારે ડીડીઓ અને બપોરે કલેકટર છાત્રોને આવકાશે.

    જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે વિશેષ વિગતો આપતા જણાવ્યું હતું કે, ધોરણ 10ના 31082 વિદ્યાર્થીઓ, ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 13072 વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહના 1464 વિદ્યાર્થીઓ કસોટી આપવાના છે. જે માટે પોલીસ તંત્ર, શિક્ષણ તંત્ર અને અન્ય અધિકારીઓ સહિત 3 હજાર વ્યક્તિઓ વ્યવસ્થામાં જોડવામાં આવી છે. 46 કેન્દ્રો, 157 બિલ્ડિંગ અને 1590 વ્યવસ્થા ગોઠવાઈ છે. કચ્છમાં રાપર, ભચાઉ, આડેસર અને સામખિયાળી એ 4 કેન્દ્રોના 19 બિલ્ડિંગ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. સંવેદનશીલ કેન્દ્રો ઉપર વર્ગ 1 અને 2ના અધિકારીઓ દ્વારા ઓબ્ઝર્વર તરીકે મુલાકાતો લેવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 5 ઝોન પાડવામાં આવ્યા છે, જેમાં ગાંધીધામ-2, ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ-2, નખત્રાણાની કે. વી. પાટીદાર વિદ્યાલ્ય-1નો સમાવેશ થાય છે.

    કચ્છના 45618 છાત્રો આજથી બોર્ડની પરીક્ષા આપશે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ