ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» ધો.10-12ની પરીક્ષામાં બેસવા હોલ ટિકિટ વિતરણ શરૂ કરાયું

    ધો.10-12ની પરીક્ષામાં બેસવા હોલ ટિકિટ વિતરણ શરૂ કરાયું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 06, 2018, 03:55 AM IST

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 12મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની...
    • ધો.10-12ની પરીક્ષામાં બેસવા હોલ ટિકિટ વિતરણ શરૂ કરાયું
      ધો.10-12ની પરીક્ષામાં બેસવા હોલ ટિકિટ વિતરણ શરૂ કરાયું
      ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 12મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેથી સોમવારથી હોલ ટિકિટ વિતરણ શરૂ કરી દેવાયું હતું. જે પરીક્ષાના દિવસે પણ ગમે ત્યારે શાળામાંથી મળી શકશે.

      કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના આસીસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેકટર એલ. કે. યાદવે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, રિપીટર વિદ્યાર્થીઓ પણ શાળામાંથી ગમે ત્યારે વોલ ટિકિટ મેળવી શકશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ધોરણ 10ની પરીક્ષા 12મીથી 23મી માર્ચ સુધી ચાલીશે. ધોરણ 12ની પરીક્ષા 12મીથી 28મી માર્ચ સુધી ચાલશે. ધોરણ 10માં 13082 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 13072 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1464 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

      46 કેન્દ્રો, 1590 બ્લોક વ્યવસ્થા

      કચ્છમાં 46 કેન્દ્રો છે. 157 બિલ્ડિંગ છે અને 1590 બ્લોક વ્યવસ્થા ગોઠવાઇ છે.

      4 કેન્દ્રની 19 બિલ્ડિંગ સંવેદનશીલ

      કચ્છમાં રાપર, ભચાઉ, આડેસર અને સામખિયાળી 4 કેન્દ્રના 19 બિલ્ડિંગ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા. જે માટે ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ નિર્ભયતાપૂર્વક અને શાંતિથી પરીક્ષા આપી શકે.

      વીજ કચેરી અને એસ. ટી.ને તાકીદ કરાઈ

      પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પીજીવીસીએલ અને પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં તકલીફ ન પડે એટલે એસ. ટી. તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે.

      આરોગ્ય તંત્ર પણ રહેશે ખડેપગે

      પરીક્ષા દરમિયાન કોઈની તબીયત બગડે તો તાત્કાલિક સારવાર માટે આરોગ્ય તંત્ર પણ ખડેપગે હાજર રહેશે.

      પોલીસ તંત્ર સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

      કોઈ ગેરરીતિ અથવા સુરક્ષાલક્ષી પ્રશ્ન ઉભદવે તો પોલીસ તંત્ર પણ વ્યવસ્થા સંભાળશે.

      વર્ગ 1-2ના અધિકારીઓ ઓબ્ઝર્વર રહેશે

      સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ 1 અને 2ના અધિકારીઓ દ્વારા ઓબ્ઝર્વર તરીકે મુલાકાતો લેવામાં આવશે. કોઈપણ સ્થળે સ્ટાફની જરૂરિયાત માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ સૂચના આપવામાં આવી છે.

      દિવ્યાંગો માટે ભોંય તળિયે બેઠક વ્યવસ્થા

      બોર્ડની પરીક્ષા આપવા માંગતા દિવ્યાંગો માટે ખાસ ભોંય તળિયામાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી તેમણે આવવા જવામાં ચડવા ઉતરવામાં કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.

      માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના 5 ઝોન

      માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના કુલ 5 ઝોન પાડવામાં આવ્યા છે, જેમાં ગાંધીધામ-2, ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ-2, નખત્રાણાની કે.વી. પાટીદાર વિદ્યાલય-1નો સમાવેશ થાય છે.

      ટિકિટ ન મળી હોય તો DEOનો સંપર્ક કરવો

      કેટલીક શાળાઓએ જે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તેમને હોલ ટિકિટ આપી નથી. અન્ય કારણોસર પણ કોઈની હોલ ટિકિટ ન મળી હોય તો તેમણે જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસનો સંપર્ક કરવાનો રહેશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ધો.10-12ની પરીક્ષામાં બેસવા હોલ ટિકિટ વિતરણ શરૂ કરાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `