કૂડા-જામપરગામમાં મામદશા પીરનો રંગે ચંગે મેળો ભરાયો
રાપરતાલુકાના કૂડા-જામપર ગામે મામદશાપીરનો મેળો યોજાયો હતો. આહિર સમાજની મહિલાઓના પરંપરાગત વસ્ત્રો મેળાની અલગ રંગત ઉભી કરી હતી. રાત્રિ દરમિયાન હાસ્યવિદ જીતુભાઇ દ્વારકાવાળાએ નિર્દોષ હાસ્ય પીરસીને સમગ્ર મેળાને પેટ પકડાવીને હસાવ્યો હતો. સંતવાણીમાં દેવરાજભાઇ ગઢવી (નાનો ડેરો)એ લોકોને ખુશ કરી દીધા હતા. રેખાબેન વાળાએ ભજનોની રમઝટ વચ્ચે સૌની દાદ મેળવી હતી. મેળામાં દેવનાથ બાપુ, રીમઝીમનાથ બાપુ સહિત સમાજના જુદા-જુદા ક્ષેત્રના લોકો સાથે જનમેદની ઉમટી હતી.
સંતવાણી રજૂ કરી રહેલા કલાકારો નજરે પડે છે.