તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મોવાણા ગામે 36300નો દારૂ ઝડપાયો

મોવાણા ગામે 36300નો દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોવાણા ગામે 36300નો દારૂ ઝડપાયો

ભાસ્કરન્યૂઝ. ગાંધીધામ

રાપરતાલુકાના મવાણા ગામેથી સ્થાનિક પોલીસના નાક નીચેથી એલસીબીએ દરોડો પાડી 36300 નો દારૂ ઝડપી લીધો હતો. ફરાર થઇ ગયેલા બૂટલેગરને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી હતી.

મોવાણા ગામેથી ગાંધીધામ એલસીબીના કોન્સ્ટેબલ રાજનકુમાર ગગનરામ આહિરે કોમ્યુનિટી હોલ પાછળના ભાગે આવેલા આરોપી મોહનસિંહ જીતુભા વાઘેલાના મકાન પર દરોડો પાડી વિદેશી દારૂની દેશી બનાવટની બોટલો નંગ-24, કિંમત રૂા. 8400, અન્ય દારૂની બોટલો નંગ-191, કિં. રૂા. 19100 તથા બિયરના ટીન નંગ-88, કિં. રૂા. 8800 એમ કુલ રૂા. 36300નો દારૂ ઝડપી લીધો હતો.