Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » આડેસર પાસે ડ્રાઇવર જમવા ગયો, તેલના ડબ્બા ચોરાયા

આડેસર પાસે ડ્રાઇવર જમવા ગયો, તેલના ડબ્બા ચોરાયા

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:50 AM

રાપર તાલુકાના રોહાડી પાટિયા નજીક આવેલી હોટલ પાસે પાર્ક થયેલા ટ્રેઇલરમાંથી રૂ.24,425ની કિંમતના 25 તેલના ડબ્બા ચોરાઇ...

  • આડેસર પાસે ડ્રાઇવર જમવા ગયો, તેલના ડબ્બા ચોરાયા
    રાપર તાલુકાના રોહાડી પાટિયા નજીક આવેલી હોટલ પાસે પાર્ક થયેલા ટ્રેઇલરમાંથી રૂ.24,425ની કિંમતના 25 તેલના ડબ્બા ચોરાઇ ગયાની ફરિયાદ આડેસર પોલીસમાં નોંધાઇ છે.

    આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,ફરિયાદી બલજિતસિંઘ સતનામસિંઘ જાટ ટ્રેઇલર નંબર જીજે-12-ઝેડ-3008માં મુન્દ્રાની ફોર્ચ્યુન કંપનીમાંથી તેલના ડબ્બા ભરીને જઇ રહ્યા હતા અને આડેસર નજીક રોહાડી પાટિયા નજીક આવેલી હોટલ પાસે ટ્રેઇલર ઉભું રાખી હોટલમાં ગયો હતો અને પરત આવીને જોયું તો તાલપત્રી ચીરાયેલી જોઇ તપાસ કરતાં ટ્રેઇલરમાંથી કોઇ રૂ.24,425ની કિંમતના તેલના 25 ડબ્બા ઉપાડી ગયું હોવાની જાણ થતાં આડેસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આડેસર પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ બનાવમાં તપાસ હેડ કોન્સ્ટેબલ કિશોર ડોડિયા ચલાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending