• Gujarati News
  • National
  • રાપરમાં રક્ત સંગ્રહ કેન્દ્ર માટે ધારાસભ્યનો યશ ખાટવાનો પ્રયાસ

રાપરમાં રક્ત સંગ્રહ કેન્દ્ર માટે ધારાસભ્યનો યશ ખાટવાનો પ્રયાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાપર અને તાલુકાના દર્દીઓને લાભ મળી રહે, તે માટે રક્તસંગ્રહ કેન્દ્રની રાપર તાલુકા કોંગ્રેસ-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માગણી કરાઇ હતી. રાપરના દરેક સમાજના લોકોને સાથે રાખી ધરણા, આવેદનપત્ર, વહીવટી તંત્રને રજૂઆત કરી હતી, છતાં રાપરના ધારાસભ્યે જાહેરાતો કરી કે, રક્ત સંગ્રહ કેન્દ્રની શરૂઆત તેમણે કરી છે. આવી વાતો તેમના દ્વારા માત્ર યશ ખાટવા કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે. માંગ રાપરના આગેવાનો ભચુભાઇ અરેટીયા, મુકેશભાઇ પટેલ, કરમશીભાઇ પટેલ, મિતુલભાઇ મોરબીયા વગેરે કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા રાપરની પ્રજાજનો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...