તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લા પંચાયત પ્રમુખને પાણીના પ્રશ્ને કરેલી રજૂઆત

જિલ્લા પંચાયત પ્રમુખને પાણીના પ્રશ્ને કરેલી રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારાપંથકના ગામોમાં પીવાના પાણીની સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ જીલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરી અપૂરતું પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ કરી છે. જે મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પ્રશ્નના ઉકેલની ખાતરી આપવામાં આવી હતી.

ટંકારા તાલુકાના અમરાપર ગામના આગેવાનોએ જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયાને રજૂઆત કરી જણાવ્યું છે કે અમરાપર ગામે નર્મદા યોજનાનું પાણી વાંકાનેર ઝોનમાંથી જડેશ્વર સંપમાં નાખી અમરાપર અને ટોળ ગામને પૂરું પાડવામાં આવે છે જેમાં અમરાપરને ફક્ત ૨૫ % પાણી મળે છે જેથી ઉનાળામાં પાણીના ટેન્કર મંગાવવા પડે છે. વાંકાનેર ઝોનની જગ્યાઈ હીરાપર સંપમાંથી પાણી પૂરું પાડવાની માંગ કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈને જીલ્લા પંચાયત પ્રમુખે તા. ૨૩-૦૧-૧૭ ના રોજ પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરેલ કે અમરાપર અને ટોળને હીરાપર સંપમાંથી પાણી પૂરું પાડવા જરૂરી આયોજન કરી પાણીની લાઈન અંદાજીત ૧૦ કિમી નવી લાઈન નાખવા જણાવ્યું હતું. જીલ્લા પંચાયત પ્રમુખના પ્રયત્નોથી અમરાપર ટોળને હીરાપર હેડ વર્કસથી નીકળતી પાઈપ લાઈનમાંથી ટેપિંગ આપીને પાણી આપવાની માંગણીને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે ગાંધીનગર દ્વારા સ્વીકારી લઈને સક્ષમ કક્ષાએ મંજુરી માટે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...