ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» પીવાનું પાણી ભરવા ગયેલી મહિલા નર્મદા કેનાલમાં તણાઈ

    પીવાનું પાણી ભરવા ગયેલી મહિલા નર્મદા કેનાલમાં તણાઈ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 27, 2018, 03:40 AM IST

    ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ/રાપર મુળભુત જરૂરીયાત એવા પાણીની સમસ્યા આ ઉનાળામાં કેટલી વિકરાળ બનશે તેનો અંદાજો...
    • પીવાનું પાણી ભરવા ગયેલી મહિલા નર્મદા કેનાલમાં તણાઈ
      પીવાનું પાણી ભરવા ગયેલી મહિલા નર્મદા કેનાલમાં તણાઈ
      ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ/રાપર

      મુળભુત જરૂરીયાત એવા પાણીની સમસ્યા આ ઉનાળામાં કેટલી વિકરાળ બનશે તેનો અંદાજો હાલમાં સર્જાતી ઘટનાઓમાંથી આવે છે. રાપરના નંદાસર ગામે નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયેલી મહિલાનું પગ લપસ્યા બાદ ડુબી જવાથી મોત નિપજ્યાની ઘટના સોમવારે બનવા પામી છે. આ વાગડ પંથકના સીમ વિસ્તારમાં પાણીની ઘણી ખેંચ જોવા મળી રહિ છે. મુળ રાપરના બાલાસરના પરંતુ હાલે નંદાસરમાં રહેતા રતનબેન બાબુભાઈ કોળી (ઉ.વ.30) એ સોમવારના સવારે 9:30 વાગ્યાના અરસામાં બેડલા લઈને પાણી ભરવા નર્મદા કેનાલમાં ગયા હતા. જ્યાં પાણી ભરતા સમયે તેમનો પગ લપસી જતા કેનાલમાં ખાબકી ગયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ એકત્ર થઈ તંત્રને જાણ કરી શોધખોળ આદરી હતી. ઘટનાના બે કલાક બાદ ઘટનાસ્થળથી થોડા આગળના ભાગેથી મ્રુતદેહ મળી આવ્યો હતો. હાલ જ્યારે નર્મદા ડૅમનું જળસપાટી ખુબ ઓછા સ્તરે આવી ગઈ છે અને ઘોર ઉનાળામાં જળ સંકટ સમગ્ર રાજ્ય ઘેરાઈ રહ્યુ છે ત્યારે દરેક વ્યક્તિ માટે દૈનિક જીવનમાં ખુબ જરુરી જળ માટે કચ્છના વાગડના આંતરીક વિસ્તારોમાં લોકો તરસ્યા બન્યા છે. સીમ વિસ્તારમાં વસવાટ કરતા લોકો વિશેષ કરીને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને દૈનિક ધોરણે બાળકો દરેક સભ્યો જે પાત્ર મળે તે લઈને પસાર થતી નર્મદા કેનાલમાં રોજ સવારે ભરવા પહોંચી જાય છે.

      મહિનામાં એક વાર પાણી આવે, બાકી ટેન્કરો પર આધાર

      આ અંગે નંદાસર ગામના સરપંચ કેસરબાઈ ચાંદાજી સમાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી પાણીએ ગામની મુખ્ય સમસ્યા બની ગઈ છે. મહિને એકાદ વાર 12 કે 24 કલાક પાણી આવે છે. ત્યારે સહુ કોઇ જે કાંઈ પાત્રો અને ટાંકાઓ હોય તે ભરી લે છે. પરંતુ ત્યારબાદ ટૅંકરો મંગાવવા પડે છે. સીમમાં રહેતા લોકોને કેનાલમાં જઈ પાણી ભરવુ પડે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે કેનાલમાંથી સીધા પાણીની સપ્લાય માટૅ મંજુરી મળી હોવા છતા હજી સુધી લાઈટની વ્યવસ્થા થઈ શકિ નથી.

      અગાઉ આજ વિસ્તારમાં થઈ ચુક્યા છે બનાવ

      નંદાસર ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલમાં ડુબી જવાથી મોતની અગાઉ પણ બેથી વધુ ઘટના થઈ ચુકી છે. 2016માં અહિ ડુબી જતા ભાઈ, ભાભી અને તરુણીનું મોત નિપજ્યુ હતુ. તો ગતવર્ષે નજીકમાં ટ્રેક્ટર ખરાબ થયા બાદ બે ભાઈઓ ગંદા થયેલા હાથ ધોવા કેનાલમાં ઉતાર્યા બાદ એકનો પગ લપસતા, તેને બચાવવા જતા બે ભાઈઓના મોત નિપજ્યા હતા. લગાતાર થઈ રહેલા આ પ્રકારના બનાવોને રોકવા માટે તંત્ર દ્વારા કોઇ ઠોસ્સ કાર્યવાહિ કરાય તેવો સુર ઉઠવા પામ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પીવાનું પાણી ભરવા ગયેલી મહિલા નર્મદા કેનાલમાં તણાઈ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top