• Gujarati News
  • ફૂલપરાના રણમાં 94800ની દારૂની હેરાફેરી પકડાઈ

ફૂલપરાના રણમાં 94800ની દારૂની હેરાફેરી પકડાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના ફૂલપરા ગામના મોટા રણમાં રૂા.94800ના વિદેશી દારૂને પોલીસે પકડી પાડ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુરનો શખ્સ કારમાં દારૂના ક્વાર્ટરિયા ભરીને લઈ જતો હતો, ત્યારે આડેસર પોલીસે તેને પીછો કરીને ઝડપી પાડ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ફૂલપરા ગામના મોટા રણમાં શુક્રવારે બપોરે દારૂ ભરેલી કારને પકડવામાં આવી હતી. આરોપી જગુ રામા ઠાકોર કારમાં વિદેશી દારૂના 948 ક્વાર્ટરિયા ભરીને જતો હતો. જોકે, તે ચોક્કસ ક્યાંથી દારૂ લઇને ક્યાં જતો હતો, બાબત શરૂઆતમાં સ્પષ્ટ થઈ નહોતી.

ભચાઉમાં 52 બોટલ દારૂ ઝડપાયો

ભચાઉમાંપોલીસેશુક્રવારે રાત્રે વિદેશી દારૂનો જથ્થો લઈ જતા ચિત્રોડના શખ્સને પકડી લીધો હતો. વાગડ વેલફેર હોસ્પિટલ નજીકથી પસાર થતી કારને પોલીસે રાત્રે સવા નવ વાગ્યે પકડી પાડી હતી. આરોપી સામભા પથુભા જાડેજાને દારૂની 52 બોટલ સાથે ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. રૂા.18200ના દારૂ સાથે પકડાયેલો શખ્સ મૂળ ચિત્રોડનો છે અને હાલ ગળપાદરમાં વસે છે. દારૂનો માલ તે ક્યાંથી લઈને ક્યાં પહોંચાડવા જતો હતો વિશે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી.