ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» છેલ્લા દડે સામખિયાળી પોલીસની ટીમ પરાજીત થઇ

    છેલ્લા દડે સામખિયાળી પોલીસની ટીમ પરાજીત થઇ

    DivyaBhaskar News Network | Last Modified - Apr 06, 2018, 03:35 AM IST

    રાપર પોલીસ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલધડક ફાઇનલ
    • છેલ્લા દડે સામખિયાળી પોલીસની ટીમ પરાજીત થઇ
      છેલ્લા દડે સામખિયાળી પોલીસની ટીમ પરાજીત થઇ
      રાપર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોજાયેલી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની દિલ ધડક બનેલી ફાઇનલમાં છેલ્લા બોલમાં શૌર્યરાજ ટીમના ખેલાડીએ સિક્સર ફટકારી સામખિયાળી પોલીસની ટીમને જીતથી દૂર રાખી હતી.

      રાપરના મોર્નિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સામખિયાળી પોલીસની ટીમે નિર્ધારિત 15 ઓવરમાં 141 રન બનાવ્યા હતા તેના જવાબમાં દાવમાં ઉતરેલી શૌર્યરાજ ટીમને છેલ્લી ઓવરમાં 10 રન જીતવા જરૂરી હતા અને માત્ર એક જ વિકેટ બાકી હતી તેમાં પણ છેલ્લા બોલે જીતવા છ રન જરૂર હતી ત્યારે વિજેતા ટીમના ભીમજીએ સિક્સર ફટકારી સામખીયાળી પોલીસની ટીમને જીતથી દૂર રાખી હતી. છેલ્લે દડે સિક્સર ફટકારનાર ભીમજીને રૂ.10,000નું રોકડ ઇનામ હકુભા સોઢા તરફથી અપાયું હતું વિજેતા ટીમને રૂ.21 હજારનું ઇનામ એનાયત કરાયું હતું.પુર્વ કચ્છ પોલીસવડા ભાવના પટેલ ના માર્ગદર્શન હેડળ યોજાયેલી ટુર્નામેનટમાં રાપર પીઆઇ વી.પી.જાડેજા,રાકેશ દેસાઇ, સંદિપ ખાંભલા, જયરાજ ગઢવી, દેવનાથબાપુ, લક્ષ્મણસિંહ સોઢા, હઠુભા સોઢા, સેના ભરવાડ,રમેશભાઇ સિયારીયા,હમીરજી સોઢા,ડોલર મહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેનટમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને બિરદાવ્યા હતા.

      સુરક્ષા સેતુ અંતર્ગત યોજાયેલી ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરાયા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: છેલ્લા દડે સામખિયાળી પોલીસની ટીમ પરાજીત થઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top