Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 03:35 AM

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ રાપર તાલુકાના ભીમાસર ગામે ગાળો બોલવાના મુદ્દે એક જ સમાજના પડોશીઓ ધારીયા અને લાકડી...

  • ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ
    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

    રાપર તાલુકાના ભીમાસર ગામે ગાળો બોલવાના મુદ્દે એક જ સમાજના પડોશીઓ ધારીયા અને લાકડી સાથે બાખડી પડતાં બન્ને પક્ષના ત્રણ-ત્રણ લોકો ઘાયલ થયા હતા.આ બાબતે પોલીસે આપેલી વીગતો મુજબ,શનિવારે મોડી સાંજે ભીમાસર ગામના હરીજનવાસમાં રહેતા 40 વર્ષના કીર્તીભાઇ ગાભાભાઇ પરમારે પડોશમાં રહેતા નાનજી દેવા ચાવડા,માના દેવા ચાવડા,દલીબેન દેભા ચાવડા,બાઉબેન માના ચાવડા,ઝીણીબેન દેવા ચાવડા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે,નાનજી અને માનાએ એક પગે અપંગ કીર્તી પરમારના માથામાં ધારીયાથી હુમલો કરતાં તેને કાન પાસે ઇજાઓ થઇ હતી,હરેશ અને ભત્રીજા હસમુખને પણ ધારીયાથી ઇજા પહોંચાડી છે.

    બીજી તરફ સામા પક્ષના કરસન નાનજી ચાવડાએ હરેશ ગાભા પરમાર,નારાણ ગાભા પરમાર,હસમુખ નારાણ પરમાર,કીર્તી ગાભા પરમાર અને દામજી સવા ચાવડા એમ પાંચ આરોપીઓ સામે ધારીયા અને લાકડી વડે મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાવી છે.આ બનાવમાં બન્ને પક્ષે ત્રણ-ત્રણ લોકો ધારીયાથી ઘાયલ થયા છે જેમાં એબક પક્ષના ઘાયલો ભુજ સારવાર માટે ખસેડાયા છે તો બીજા પક્ષના ઘાયલોને ગાંધીધામની ખાનગી હોસ્પીટલ સારવાર અર્થે

    ...અનુસંધાન પાના નં.11







    ખસેડાયા છે.આડેસર પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ સહીતની કલમો હેઠળ બન્ને પક્ષના 11 લોકો સામે ફરીયાદ નોંધી છે.આ બનાવમાં તપાસ આડેસરના પીએસઆઇ કે.બી.જાડેજા કરી રહ્યા છે જેમાં પોલીસે જણાવ્યા મુજબ આ બન્ને પડોશીઓ વચ્ચે છે્લ્લાઘણા સમયથી તકરાર ચાલી રહી હોવાનુ઼ જાણવા મળી રહ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending