• Gujarati News
  • National
  • અડધો સમય પૂર્ણ થયા બાદ, પરીક્ષા બીજે દિ’ લેવા સૂચના

અડધો સમય પૂર્ણ થયા બાદ, પરીક્ષા બીજે દિ’ લેવા સૂચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષથીભુજની સાથે સાથે રાપર, અબડાસા, આદીપુર માં પણ એક્સટર્નલ પરીક્ષા લેવા માટે યુનિવર્સીટીએ જાહેરાત કરી હતી. જેના કારણે અગાઉ વિદ્યાર્થીઓને ભુજ ધક્કો ખાવો પડતો હતો તે બંધ થઇને જે તે વિસ્તારના વિદ્યાર્થીઓને ઘર આંગણે પરીક્ષા આપવાની વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓ માટે સારી સુવિધા ઉભી કરવામાં આવી હતી. દરમ્યાન આજે જનરલ સોશ્યોલોજી નું પેપર અગાઉ નીયત થયેલ જાહેરાત મુજબ હતું. પરંતુ પરીક્ષા નિયામક દ્વારા પાછળથી તેમાં સુધારો કરીને પેપર 28મીએ અને ફેમીલી ઇન્ડીયન સોસાયટીનું પેપર જે તા. 28ના હતું તે તા. 27ના રોજ લેવાનો ફતવો પરીક્ષા સેન્ટર પર મોકલી આપતા જે તે પરીક્ષા સેન્ટરના સંચાલકો મુંઝવણમાં મુકાઇ ગયા હતા. રાપર, આદીપુર, ભુજ સહીતના સ્થળે ઉભી થયેલી ગરબડથી યુનિવર્સીટીએ કેમ કાચું કાપ્યું તે અંગે એક પ્રશ્ન ઉભો થયો છે.

છાત્રો જે તે પેપરની તૈયારી કરતા હોય છે

સામાન્યરીતે જોવામાં આવે તો વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં અગાઉથી વાંચન કરતા હોય છે પરંતુ એક્સટર્નલ વિભાગમાં જોવામાં આવે તો મોટા ભાગના વિદ્યાર્થીઓ અન્ય સ્થળે નોકરી ધંધા કરતા હોવાથી જરૂર પડયે છેલ્લા દિવસે પેપરની તૈયારી કરતા હોય છે.

સોશિયોલોજીના પેપરમાં યુનિવર્સિટીનો છબરડો

અન્ય સમાચારો પણ છે...