• Gujarati News
  • National
  • ડ્રગ્સ વિભાગે ગાગોદરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદ્દ કર્યું

ડ્રગ્સ વિભાગે ગાગોદરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદ્દ કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના ગાગોદર ગામે આવેલા પ્રિન્સ મેડિકલ સ્ટોરના લાઇસન્સની અવધિ પૂરી થઇ ગઇ હોવા છતાં રિન્યૂ કરાવ્યા વિના મેડિકલ સ્ટોર ચાલુ હોવાથી ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, પરંતુ પ્રિન્સ મેડિકલના માલિક પરસુ રતિલાલ પ્રજાપતિ દુકાન બંધ કરી નાસી ગયા હતા.

ડ્રગ્સ વિભાગના કમિશનર રાવતે જણાવ્યું હતું કે, મેડિકલમાં ફાર્માસીસ્ટનું લાઇસન્સ ભાડે લઇ દુકાન ચલાવે છે અને તેમાંયે તેમના લાઇસન્સની અવધિ પણ પૂરી થઇ ગઇ હોવાથી ડ્રગ્સ વિભાગે તેનું લાઇસન્સ રદ્દ કર્યું છે. આરોગ્ય સેવાઓની જરૂરિયાત દિવસે-દિવસે વધી રહી છે, તેમ મેડિકલ સ્ટોરની સંખ્યા કચ્છમાં વધી રહી છે, ત્યારે ડ્રગ્સ વિભાગે માત્ર એકલ-દોકલ દુકાન કરતાં દરેક મેડિકલ સ્ટોરનું ચેકિંગ કરવું જોઇએ, તેવી લોક માંગ ઉઠી રહી છે. કારણ કે, ફાર્માસિસ્ટ વિના ચાલતા મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા ડોક્ટરોએ લખી આપેલી દવાના બદલે બીજી કંપનીની દવાઓ પકડાવી દેવામાં આવે છે, જેનાથી ઘણા લોકો રિ-એક્શનનો ભોગ બને છે, ત્યારે દિશામાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...