Home » Gujarat » Bhuj » Rapar » ત્રણ દિવસ પહેલાં જ લગ્નબંધને બંધાયેલો યુવક કાળનો કોળીયો

ત્રણ દિવસ પહેલાં જ લગ્નબંધને બંધાયેલો યુવક કાળનો કોળીયો

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:30 AM

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ /ગાગોદર રાપર તાલુકાના ગાગોદર નજીક હાઇવે પર અંધારામાં રેડિયમ લગાડ્યા વીના પાર્ક...

  • ત્રણ દિવસ પહેલાં જ લગ્નબંધને બંધાયેલો યુવક કાળનો કોળીયો
    ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ /ગાગોદર

    રાપર તાલુકાના ગાગોદર નજીક હાઇવે પર અંધારામાં રેડિયમ લગાડ્યા વીના પાર્ક કરાયેલા ટ્રેઇલરમાં કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં સામખિયાળીના 24 વર્ષીય યુવાન વેપારીનું મોત થયું હતું. ભચાઉથી રાપર સુધીના હાઇવે પર પાછળ રીફલેક્ટર કે રેડિયમ લગાડ્યા વિના ચાલતી મોટી ગાડીએ ફરી એક ભોગ લીધો છે. મૃત્યુ પામેલા હતચભાગી સત્યમના ત્રણ દિવસ પહેલાં જ 18 ફેબ્રુ.ના લગ્ન થયા હતા.

    ભચાઉ તાલુકાના આધોઇ ગામે રહેતા અને સામખિયાળીમાં મિસ્ટાન-ફરસાણનો વ્યવસાય કરતા યુવાન વેપારી સત્યમ ઠક્કર પોતાના રાધનપુરખાતે લગ્નપ્રસ઼ગ પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે 1 વાગ્યાના આરસામાં અંધારામાં ગાગોદર હાઇવે પર પાર્ક થયેલા એક ટ્રેઇલરમાં પાછળના ભાગે તેમની જીજે-12-સીડી-0920નંબરની સ્વીફ્ટ કાર પાછળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી જેમાં ઘટનાસ્થળેજ યુવાન વેપારીનું મોત નિપજ્યું હતુ઼.યુવાન વેપારીના મોતથી પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ઼. અકસ્માત થતાં ટ્રેઇલર ચાલક ત્યાંથી નાસી ગયો હતો.

    મૃતક

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ