Home » Gujarat » Bhuj » Rapar » રાપરની હાઇવેપટ્ટીના 9થી વધુ ગામોમાં ઘેરાયું જળસંકટ

રાપરની હાઇવેપટ્ટીના 9થી વધુ ગામોમાં ઘેરાયું જળસંકટ

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:30 AM

રાપર તાલુકાની હાઇવેપટ્ટીના ચિત્રોડથી લઇ આડેસર સુધીના 9થી વધુ ગામોમાં પાછલા 3 માસથી પીવાના પાણીની તીવ્ર તંગી...

  • રાપરની હાઇવેપટ્ટીના 9થી વધુ ગામોમાં ઘેરાયું જળસંકટ
    રાપર તાલુકાની હાઇવેપટ્ટીના ચિત્રોડથી લઇ આડેસર સુધીના 9થી વધુ ગામોમાં પાછલા 3 માસથી પીવાના પાણીની તીવ્ર તંગી સર્જાતા ઉનાળાના આગમન પૂર્વે જ આ તમામ ગામોમાં જળસંકટ ઘેરું બનતું જોવા મળી રહ્યું છે. તંત્ર તાકીદે કોઇ વ્યવસ્થા હેતુ પગલાં નહિ ભરે તો આ વિસ્તારના લોકોને હિજરત કરવાની નોબત આવશે તેવું કલેકટરને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે.

    રાપર તાલુકાની આડેસર, લખાગઢ, પલાંસવા, નાંદા, વરણુ, જદુપર-ભંગેરા, ટગા જુથ ગ્રામ પંચાયતના સરપંચોએ કલેકટરને કરેલી લેખીત રજુઆતમાં જણાવ્યા અનુસાર આ તમામ ગામોમાં છેલ્લા 3 માસથી પાણી વિતરણમાં મોટાપાયે ધાંધિયા સર્જાવવા લાગ્યા છે. અધુરામાં પુરું પાણી પુરવઠા વિભાગના જવાબદારો અને દરેક વાલ્વ પર મુકાયેલા કર્મચારીઓની ગેરહાજરી કે ઇરાદાપૂર્વકની બેદરકારીના કારણે સમસ્યા વધુ વકરી હોવાનું આ રજુઆતમાં જણાવાયું છે.

    પાણીની સમસ્યા નિવારવા માટે આડેસરના ડીંગવાળ તળાવને કેનાલ મારફત ભરી દેવાની પણ રજુઆત કરવામાં આવી છે. જો આમ થશે તો આસપાસના ગામોની પાણીની સ્થિતી થોડી હળવી બનવાનો આશાવાદ પણ વ્યકત કરાયો છે. આ બાબતે રાપરના પૂર્વ ધારાસભ્યનું ધ્યાન દોરાતાં તેમણે પણ સમાહર્તાને રજુઆત કરી છે.

    સિંચાઇ માટે અપાયેલા ગેરકાયદે જોડાણે સર્જયો અવરોધ

    સામખીયાળીથી ચિત્રોડ સુધીના ગામોમાં પાઇપલાઇન મારફત પાણી મળે છે. પણ આ વિસ્તારના ખેડુતોએ જીરા અને શાકભાજીની ખેતી માટે ગેરકાયદે રીતે 50 જેટલા જોડાણ ગેરકાયદે રીતે મેળવી લેવાતા આ તમામ ગામોમાં પાણી પહોંચાડવામાં અવરોધ સર્જયાનો આક્ષેપ સ્થાનિક સરપંચોઅે કર્યો હતો.

    હોટલ-ઉદ્યોગગૃહોને અપાયેલા ગેરકાયદે જોડાણ દુર કરો

    આ વિસ્તારમાં કાર્યરત હાઇવે હોટલ અને ઉધ્યોગગૃહોને પીવાના પાણીની લાઇનમાંથી ગેરકાયદે જોડાણ આપી દેવાયા છે. આ ગેરકાયદે જોડાણ દુર કરી સબંધીત તંત્રો દ્વારા તેનું સમયાંતરે મોનીટીરંગ કરવાની પણ માંગણી કરાઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ