ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Rapar» રાપર -ભચાઉ પાલિકામાં ફરી ભગવો લહેરાયો

  રાપર -ભચાઉ પાલિકામાં ફરી ભગવો લહેરાયો

  DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 03:30 AM IST

  ભુજ | રાજયની 75 સાથે કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકા માટે શનિવારે મતદાન સંપન્ન થયા બાદ સોમવારે ઉતેજનાસભર માહોલમાં...
  • રાપર -ભચાઉ પાલિકામાં ફરી ભગવો લહેરાયો
   રાપર -ભચાઉ પાલિકામાં ફરી ભગવો લહેરાયો
   ભુજ | રાજયની 75 સાથે કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકા માટે શનિવારે મતદાન સંપન્ન થયા બાદ સોમવારે ઉતેજનાસભર માહોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાપર અને ભચાઉ નગરપાલિકામાં ફરી એકવાર ભગવો લહેરાયો છે અને બન્ને સુધરાઇમાં ભાજપે પોતાનો કબ્જો જાળવી રાખ્યો છે. વિધાનસભા ચુ઼ટણી બાદ આ ચૂંટણીના પરિણામો બન્ને પક્ષો માટે અતી મહત્વના હતા. પરિણામક જાહેર થતાં વાગડ વિસ્તારમાં લાંબા સમયથી જોવા મળતી આતુરતાનો અંત આવ્યો છે.

   ભચાઉમાં 19 બેઠક મેળવી ભાજપે સતા જાળવી: કોંગ્રેસને મળી 9 સીટ

   ભચાઉ | ભચાઉ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે શનિવારે મતદાન સંપન્ન થયા બાદ સોમવારે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી.19 બેઠક મેળવી ભાજપે નગરપાલિકામાં પોતાની સતા જાળવી રાખી હતી. સામા પક્ષે કોંગ્રેસને માત્ર 9 બેઠક મેળવી સંતોષ માની લેવો પડયો હતો.

   સોમવારે વહેલી સવારથી મતગણતરીને લઇ નગરપાલિકા પટાંગણમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. જેમ જેમ પરિણામ જાહેર થતા ગયા તેમ તેમ વિજયી ઉમેદવારના ટેકેદારોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.પહેલા વોર્ડમાં પાલિકાના વર્તમાન પ્રમુખ ઉર્મીલાબેન કારોત્રાની પેનલ વિજયસી બની હતી. બીજા વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારોએ વિજય વાવટો ફરકાવ્યો હતો. ત્રીજા વોર્ડમાં કોંગ્રેસે તો ચોથા વોર્ડમાં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારે વિજય મેળવ્યો હતો. પાંચમા વોર્ડમાં ભાજપના ઉમેદવાર વિજયી થયા હતા. છઠા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર અશોકસિંહ ઝાલાએ વિજય સહિતના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. સાતમા વોર્ડમાં માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના ના પુત્ર વિરેન્દ્રસિંહ જાડેના પુત્ર કુલદિપસિંહ અને પેનલનો વિજય થયો હતો. ઉલ્લેખનિય છેકે ગત વખતે ફેર મતદાન કરાયા બાદ પ્રથમ કોંગ્રેસ અને તે પછી ભાજપે અહી સતાના સુત્રો સંભાળી લીધા હતા.

   ભચાઉના વિજેતા ઉમેદવારની નામાવલી

   વોર્ડ 1

   ઉર્મીલાબેન કાવત્રા ભાજપ 1964

   શાન્તાબેન પ્રજાપતિ ભાજપ 1668

   કરમશી ચૌહાણ ભાજપ 1768

   ભરત કાવત્રા ભાજપ 1852

   વોર્ડ 2

   વિમળાબેન શામળિયા ભાજપ 924

   કલાવંતી જોશી ભાજપ 1088

   ચન્દ્રેશ રાવરિયા ભાજપ 1153

   વનરાજસિંહ ઝાલા ભાજપ 1106

   વોર્ડ 3

   કાન્તાબેન પરમાર કોંગ્રેસ 1110

   લક્ષ્મીબેન ઘેડા કોંગ્રેસ 997

   ગણેશ ગરવા કોંગ્રેસ 1096

   વિજયસિંહ ઝાલા કોંગ્રેસ 1001

   વોર્ડ 4

   ઇલાબેન શાહ ભાજપ 1109

   સુશિલાબેન ઠકકર ભાજપ 1081

   ભરતસિંહ જાડેજા ભાજપ 1291

   પરેશ પ્રવિણ ઠકકર કોંગ્રેસ 1065

   વોર્ડ 5

   જુલેખાબેન કુરેશી ભાજપ 937

   દમયંતી પ્રજાપતિ ભાજપ 930

   પ્રવિણદાન ગઢવી ભાજપ 936

   શેરઅલી સૈયદ ભાજપ 922

   વોર્ડ 6

   સલમા રફીક સીદી કોંગ્રેસ 1052

   મીઠીબેન પ્રજાપતિ કોંગ્રેસ 1259

   અશોકસિંહ ઝાલા કોંગ્રેસ 1493

   ગફુર સાલેમામદ કુંભાર કોંગ્રેસ 1238

   વોર્ડ 7

   કુંવરબેન રાયધણ કોલી ભાજપ 1281

   સારાબેન કુંભાર ભાજપ 1205

   સરતાણ હરભમ રબારી ભાજપ 1221

   કુલદિપસિ઼હ જાડેજા ભાજપ 1391

   ભચાઉના ત્રીજા વોર્ડમાં જીતનું અંતર ઓછા મતોનું રહ્યું

   ભચાઉના ત્રીજા વોર્ડના ચુંટણી પરિણામમાં ભારે રસાકસી જોવા મળી હતી. અહી કોંગ્રેસના ઉમેદવારોએ પેનલ ટુ પેનલ વિજય મેળવ્યો હતો. પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જિતનૂં અંતર માત્ર 5થી 10 મતોનું રહેતા ભારે રસાકસી જોવા મળી હતી.

   છઠા વોર્ડમાં વિજય સરઘસ સમયે ચકમક ઝરી

   ભચાઉ પાલિકાના છઠા વોર્ડમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ પેનલ ટુ પેનલ વિજય મેળવ્યો હતો. ત્યારે કોંગ્રેસના વિજેતા ઉમેદવારના વિજય સરઘસ સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં ચકમક ઝરી હતી. જોકે પોલીસે મોરચો સંભાળી લેતા સ્થિતી વણસતા અટકી ગઇ હતી.

   ભચાઉ પાલિકાન પહેલા વોર્ડમાં કોંગ્રેસની ડિપોઝીટ ડુલ

   ભચાઉ નગરપાલિકાના પહેલા વોર્ડમાં હાલના પ્રમુખ ઉર્મિલાબેન કારોત્રા અને તેમની પેનલે ભાજપ તરફથી ચુંટણીજંગમાં ઝંપલાવ્યું હતુ઼. અા વોર્ડમાં ભાજપની સામે બાથ ભીડવા ઉભેલા કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થવા સાથે તેમને નાલેશીભરી હાર ખમવી પડી હતી. ભાજપ તરફથી ઉર્મિલાબેન કાવત્રા,ભરત કાવત્રા, કરમશી ચૈાહાણ અને શાન્તાબેન પ્રજાપતિએ ભાજપ તરફથી જંગમાં ઝુકાવ્યું હતુ઼. અન્ય વોર્ડમાં એકીસાથે ચારેચાર ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ હોય તેવું આ વોર્ડમાં થયું હતું. ઉલ્લેખનિય છે કે ડિપોઝીટ બચાવવા માટે 351 મત લેવા ફરજિયાત હતા.

   કોંગ્રેસની લડત પણ રાપર પાલિકામાં ભાજપે સતા ટકાવી

   રાપર | રાપર પાલિકાની 28 પૈકી 12 બેક બીનહરીફ થયા બાદ 16 બેઠકો માટે યોજાયેલ ચુંટણી પૈકી ભાજપ અને કોંગ્રેસે એક સરખી 8-8 બેઠક મેળવતા ફીફટી ફીફટીની સ્થિતી સર્જાઇ હતી. જોકે અગાઉ ભાજપે કોંગ્રેસ કરતા 2 બિનહરીફ બેઠક વધુ મેળવતા 15 બેઠક સાથે ભાજપે રાપર પાલિકામં સતા ટકાવી રાખી હતી.ે પેટા ચૂંટણી બાદ માત્ર 1 બેઠક મેળવનાર કોંગ્રેસે અ ાવખતે 13 બેઠક મેળવી ભાજપને જોરદાર લડત આપી હતી. પહેલા વોર્ડમાં ભાજે 1 બેઠક બિનહરીફ મેળવ્યા બાદ બાકીની ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા. ત્રીજા વોર્ડમાં બાકી રહેતી 1 બેઠક પર પુંજાભાઇ ચૈાધરીએ વિજય મેળવી વોર્ડ પર કોંગ્રેસી પેનસલનો કબ્જો જમાવ્યો હતો. ચોથા અને સાતમા વોર્ડમાં ભાજપે મેદાન માર્યું હતું તો છઠો વોર્ડ કોંગ્રેસના ફાળે ગયો હતો. ઉલ્લેખનિય છે કે ચૂંટણી પુર્વેજ ભાજપે 7 અને કોંગ્રેસે 5 બેઠક બિનહરીફ મેળવી લીધી હતી. પ્રાંત અધિકારી વિજય રબારી, ઇન્ચાર્જ મામલતદાર મહેશ ઠકકર,ચુંટણી અધિકારી રાઠોડ સહિતે વ્યવસ્થા સંભાળી હતી. સાંજે રાપરના ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવ્યો હતો. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, અંબાવી પટેલ, ડોલરરાય ગોર, ઉમેશ સોની, હઠુભા સોઢા, રમેશ સીયારીયા, અનોપસિંહ વાઘેલા, બળવંત ઠકકર, પદુભા સોઢા ઉજવણીમાં જોડાયા હતા.

   રાપર પાલિકામાં ભાજપના વિજયી ઉમેદવાર

   વોર્ડ 1

   નામ પક્ષ મળેલ મત

   સતીબેન હરિજન કોંગ્રેસ 894

   દક્ષાબેન કોલી કોંગ્રેસ 988

   દિનેશ કારોત્રા કોંગ્રેસ 1000

   વોર્ડ3

   પુંજાભાઇ ચૌધરી કોંગ્રેસ 1089

   વોર્ડ 4

   નિલમબા વાઘેલા ભાજપ 944

   હેતલ માલી ભાજપ 808

   પ્રવિણ ઠકકર ભાજપ 1003

   શૈલેષ વનેચંદ શાહ ભાજપ 870

   વોર્ડ 6

   પૂ઼જાબેન ભાટેસરા કોંગ્રેસ 1284

   રસીલા ચાવડા કોંગ્રેસ 1241

   અજય અંબાવી વાવિયા કોંગ્રેસ 1326

   દિનેશ ઠઠકર કોંગ્રેસ 1307

   વોર્ડ7

   ગંગાબેન સીયારીયા ભાજપ 1197

   કાનીબેન કોલી ભાજપ 1093

   ધિંગાભાઇ પઢિયાર ભાજપ 948

   બળવંત ઠકકર ભાજપ 1035

   રાપર | રાપર પાલિકાની 28 પૈકી 12 બેક બીનહરીફ થયા બાદ 16 બેઠકો માટે યોજાયેલ ચુંટણી પૈકી ભાજપ અને કોંગ્રેસે એક સરખી 8-8 બેઠક મેળવતા ફીફટી ફીફટીની સ્થિતી સર્જાઇ હતી. જોકે અગાઉ ભાજપે કોંગ્રેસ કરતા 2 બિનહરીફ બેઠક વધુ મેળવતા 15 બેઠક સાથે ભાજપે રાપર પાલિકામં સતા ટકાવી રાખી હતી.ે પેટા ચૂંટણી બાદ માત્ર 1 બેઠક મેળવનાર કોંગ્રેસે અ ાવખતે 13 બેઠક મેળવી ભાજપને જોરદાર લડત આપી હતી. પહેલા વોર્ડમાં ભાજે 1 બેઠક બિનહરીફ મેળવ્યા બાદ બાકીની ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા. ત્રીજા વોર્ડમાં બાકી રહેતી 1 બેઠક પર પુંજાભાઇ ચૈાધરીએ વિજય મેળવી વોર્ડ પર કોંગ્રેસી પેનસલનો કબ્જો જમાવ્યો હતો. ચોથા અને સાતમા વોર્ડમાં ભાજપે મેદાન માર્યું હતું તો છઠો વોર્ડ કોંગ્રેસના ફાળે ગયો હતો. ઉલ્લેખનિય છે કે ચૂંટણી પુર્વેજ ભાજપે 7 અને કોંગ્રેસે 5 બેઠક બિનહરીફ મેળવી લીધી હતી. પ્રાંત અધિકારી વિજય રબારી, ઇન્ચાર્જ મામલતદાર મહેશ ઠકકર,ચુંટણી અધિકારી રાઠોડ સહિતે વ્યવસ્થા સંભાળી હતી. સાંજે રાપરના ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવ્યો હતો. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, અંબાવી પટેલ, ડોલરરાય ગોર, ઉમેશ સોની, હઠુભા સોઢા, રમેશ સીયારીયા, અનોપસિંહ વાઘેલા, બળવંત ઠકકર, પદુભા સોઢા ઉજવણીમાં જોડાયા હતા.

   વિધાનસભાની તુલનાએ કોંગ્રસને મતની નુકશાની

   વિધાનસભાની ચૂંટણીમાં રાપર બેઠક પર કોંગ્રેસે વિજય મેળવતા તેની અસર નગરપાલીકાની ચુંટણી પર પડે તેવી શકયતા સેવાતી હતી. જોકે વિધાનસભા અને નગરપાલિકાની તુલનાત્મક સ્થિતી જોતાં કોંગ્રેસને મતની નુકશાની ખમવી પડી છે. સરેરાશ સ્થિતી જોતાં કોંગ્રેસને 500 મતની નુકશાની થઇ હતી. પહેલા વોર્ડમાં ભાજપની 1000 મતની નુકશાની 900 મત પર પહો઼ચી હતી. ચોથા વોર્ડમાં ભાજપને 2ૅ00ની નુકશાની સામે આ વખતે 200ની લીડ મળી હતી. 7મા વોર્ડમાં ભાજપની ખોટ 700થી ઘટીને 500 થઇ ગઇ હતી. એકંદરે ભાજપને સરેરાશ ફાયદો થયો હતો.

   રાપર શહેર કોંગ્રેસ પ્રમુખને મળી માર

   રાપર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ અેકંદરે ગત ચૂંટણીની તુલનાએ સુધર્યો હતો. પણ ગઢ આલા સિંહ ઘેલાની ઉકિતની જેમ ચોથા વોર્ડમાંથી શહેર કોંગ્રેસના પ્રમુખ મીતુલ મોરબિયાને મોટા અંતરથી હાર ખમવી પડી હતી. જેણે ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાપર -ભચાઉ પાલિકામાં ફરી ભગવો લહેરાયો
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `