Home » Gujarat » Bhuj » Rapar » મારા શહેરમાં આજે

મારા શહેરમાં આજે

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:30 AM

માંડવીમાં ભગિની મંડળ દ્વારા રમત ગમત માંડવી ભગિની મંડળ દ્વારા મહિલા દિન ની પૂર્વ સંધ્યા એ જ્ઞાન-રમતગમત...

  • મારા શહેરમાં આજે
    માંડવીમાં ભગિની મંડળ દ્વારા રમત ગમત

    માંડવી ભગિની મંડળ દ્વારા મહિલા દિન ની પૂર્વ સંધ્યા એ જ્ઞાન-રમતગમત ઉત્સવની ઉજવણી દરેક મહિલા મંડળ તથા દરેક બહેનો ભાગ લેવા સંપર્ક કરો લીલુબેન શાહ-230582,હીનાબેન-231901,તથા વારિણીબેન-223531 તા-28-2 સુધી નામ લખાવવા.

    માનકુવા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ

    માનકુવા મેડિકલ ચેરટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ મધ્યે તા.21/2 બુધવારે સવારે 9થી 10 દરમિયાન ડો. મિરલ ઠકકર, આંખના સર્જન મળી શકશે.

    માનવ મંદિર ધર્મતીર્થ, બિદડામાં ધાર્મિક કાર્યક્રમો

    માનવ મંદિર ધર્મતીર્થ બીદડા ખાતે શ્રી દિનબંધુ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે યક્ષરાજ બટુકભૈરવદેવની ફાગણ સુદ શુકનવંતી છઠ્ઠ તા.21/2 બુધવારે સવારે 9 કલાકે આરતી, મંગલદિવો અને સુખડી પ્રસાદના આદેશો સહ મહામાંગલીક ચતુર્વિધી સંઘની હાજરીમાં અપાશે.

    લોડાઈના પોપટ પરીવારની પેડી યોજાશે

    લોડાઈના પોપટ પરિવારની પેડી તા.22/2 ગુરૂવારે બપોરે યોજાશે જેમાં દરેક ભાયાતોએ હાજરી આપવા જણાવાયું છે.

    આડેસરમાં ગોસ્વામી સમાજના સમુહ લગ્ન યોજાશે

    રાપર તાલુકા ના આડેસર ખાતે વાગડ ચોરાડ ચાર ચોવીસી દશનામ ગોસ્વામી સમાજ દવરા દ્વિતીય સમૂહ લગ્ન નું આયોજન વિક્રમ સંવત 2074 ફાગણ સુદ 5 ને મંગળવાર તારીખ 20/2/2018 ના દશનામ ગોસ્વામી સમજવાડી આડેસર ખાતે રાખેલ છે.


    મારા શહેરમાં આજે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ