Home » Gujarat » Bhuj » Rapar » જળ સ્વચ્છતા સમિતિની બેઠકમાં 88 લાખના કામોને બહાલી

જળ સ્વચ્છતા સમિતિની બેઠકમાં 88 લાખના કામોને બહાલી

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 03:25 AM

Rapar News - સોમવારે સાંજે ભુજ ખાતે મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ. ૮૨.૬૨ લાખના ખર્ચે પાંચ નવી પાણી યોજના સહિત...

  • જળ સ્વચ્છતા સમિતિની બેઠકમાં 88 લાખના કામોને બહાલી
    સોમવારે સાંજે ભુજ ખાતે મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ. ૮૨.૬૨ લાખના ખર્ચે પાંચ નવી પાણી યોજના સહિત રૂ. ૫.૪૨ લાખના ખર્ચે એક યોજનાને સુધારા મંજૂરી મળતા કુલ રૂ. ૮૮.૦૪ લાખના કામોને બહાલી આપવામાં આવી હતી.કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે આ બેઠકનું આયોજન કરાયું હતું.

    વાસ્મોએ ભુજ તાલુકામાં ગોરેવાલી અને ખારોડા, ભચાઉ તાલુકાના કલ્યાણપર અને બાંભણકા જયારે રાપર તાલુકામાં ખીરઇ ખાતે નવી પાણી યોજનાને તાંત્રિક મંજૂરી આપી છે. જયારે માંડવી તાલુકાના આશરાણી ગામની પાણી યોજનાને રૂ. ૫.૪૨ લાખની સુધારેલી મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કચ્છ દ્વારા અગાઉ મંજૂર યોજનાઓની કરાયેલ સમીક્ષા અનુસાર કુલ- પર યોજનામાંથી ૩૮ પૂર્ણ થઇ ગઇ છે જયારે ૯ યોજનાની ૫૦ ટકાથી વધુ પ્રગતિ અને એક યોજનામાં ૫૦ ટકા પ્રગતિમાં હોવાનું જણાવાયું હતું.

    કચ્છમાં નર્મદા કેનાલ ઉપર કેનાલના પાણીના રખોપા માટે એસઆરપી બંદોબસ્ત ગોઠવાવા સાથે ટેન્કરથી પાણી પુરૂ પાડવા સહિત પાઇપલાઇનો પ્રોટેકટ કરવા બાબતે માર્ગ-મકાન વિભાગ, નગરપાલિકા અને બીએસએનએલને જરૂરી સૂચના અપાઇ હતી. આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર એલ.જે.ફફલ, વાસ્મોના મેનેજર ડી.સી.કટારિયા ઉપસ્થિત રહયા હતા.

    31મીએ પ્રભારીમંત્રી પાણી પ્રશ્ને બેઠક યોજશે

    31મીના કચ્છના પ્રભારી મંત્રી દિલીપ ઠાકોર ભુજ ખાતે પાણીના પ્રશ્ને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે એક બેઠક યોજશે તેવું પણ બેઠકમાં જણાવાયું હતું. આ માટેની તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ