Home » Gujarat » Bhuj » Rapar » CHCના ડ્રાઇવરને પાંચ વર્ષ જુના કેસમાં બે વર્ષની સજા-દંડ

CHCના ડ્રાઇવરને પાંચ વર્ષ જુના કેસમાં બે વર્ષની સજા-દંડ

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 03:25 AM

ભુજ તાલુકાના ભારાપર ગામે આવેલી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીની આબરૂ લેવાના ઈરાદે તેનો હાથ પકડી...

  • CHCના ડ્રાઇવરને પાંચ વર્ષ જુના કેસમાં બે વર્ષની સજા-દંડ
    ભુજ તાલુકાના ભારાપર ગામે આવેલી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીની આબરૂ લેવાના ઈરાદે તેનો હાથ પકડી હુમલો કરવાના પાંચ વર્ષ જુના કેસમાં ખાવડાની સરકારી હોસ્પિટલના ડ્રાઈવરને ભુજની અદાલતે મંગળવારે બે વર્ષની સખત કેદ સાથે દશ હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.આ ચુકાદાથી જિલ્લાના આરોગ્ય વિભાગમાં ચકચાર મચી જવા પામી છે.

    કેસની વિગતો ભારાપર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ગત 9 ઓકટોબર 2013ના ભોગબનનાર મહિલા કર્મચારી એકલી હતી ત્યારે સહકર્મચારી ઉમેદભાઈ ભાઈલાલ ત્રિવેદીએ બપોરના ભાગે મહિલાનો હાથ પકડી તેની આબરૂ લેવાના ઇરાદે હુમલો કર્યો હતો.હેબતાઇ ગયેલી મહિલાએ ઉમેદભાઇની હરકતનો પ્રતિકાર કરતાં આરોપીએ અપશબ્દો બોલી મહિલાને ધમકી આપી હતી.જેતે વખતે બનાવ અંગે મહિલાકર્મીએ માનકૂવા પોલીસ મથકે ઉમેદ ભાઇલાલ ત્રિવેદી સામે ફરિયાદ નોંધાવી હતી. આ પાંચ વર્ષ જૂના કેસમાં બુધવારે ભુજના ત્રીજા અધિક ચીફ જ્યુડિસીયલ મેજિસ્ટ્રેટ વી.ડી.મોઢએ આરોપીને IPC 354 હેઠળ દોષી ઠેરવી બે વર્ષની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાંથી 5 હજાર રૂપિયા ફરિયાદીને વળતર પેટે આપવા હૂકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ડી.એમ. પરમારે હાજર રહી ધારદાર દલીલો કરતા અદાલતે તેમની દલીલો ગ્રાહે રાખીને ધાક બેસાડતો ચુકાદો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending