Home » Gujarat » Bhuj » Rapar » અધિકારીનો દારૂ પીતો વીડિયો ફરતો કરનાર પણ સસ્પેન્ડ !!

અધિકારીનો દારૂ પીતો વીડિયો ફરતો કરનાર પણ સસ્પેન્ડ !!

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 03:25 AM

ભચાઉના કાર્યપાલક ઇજનેરનો દારૂ પીતો વીડિયો વાયરલ કરનારા રાપરના નાયબ ઇજનેરને પણ પીજીવીસીએલની રાજકોટ સ્થિત...

  • અધિકારીનો દારૂ પીતો વીડિયો ફરતો કરનાર પણ સસ્પેન્ડ !!
    ભચાઉના કાર્યપાલક ઇજનેરનો દારૂ પીતો વીડિયો વાયરલ કરનારા રાપરના નાયબ ઇજનેરને પણ પીજીવીસીએલની રાજકોટ સ્થિત કોર્પોરેટ કચેરીએ ફરજ મોકૂફ કર્યા છે. સસ્પેન્શનના ઓર્ડરને પગલે ચકચારી પ્રકરણમાં નાયબ ઇજનેર સીધી રીતે સંડોવાયેલા હોવાનું સપાટીઅે આવ્યું છે. જો કે, આ નિર્ણયથી ખુદ વીજ કંપનીના કર્મચારીઓ પણ અચરજમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું હતું.

    થોડા દિવસો પહેલાં ભચાઉની વીજ કચેરીના કાર્યપાલક ઇજનેર જે. વાય. રાવ કચેરીમાં દારૂ પીતા હોવાની વીડિયો ક્લિપ વોટ્સેપ જેવા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પ્રકરણની તપાસ માટે રાજકોટથી એક ટીમ ધસી આવી

    ...અનુસંધાન પાના નં.13





    હતી અને તમામ પાસા ચકાસ્યા બાદ કાર્યપાલક ઇજનેરને ફરજ મોકૂફ કરવાની સાથે ભાવનગર બદલી કરવાનો હુકમ થયો હતો.

    દરમિયાન આ ચકચારી પ્રકરણનો વીડિયો કોણે લિક કર્યો તે બાબતે પણ અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા જેનો અંત આવ્યો હોય તેમ રાપરના નાયબ ઇજનેર ડાભીને પણ સુરેન્દ્રનગર બદલી સાથે સસ્પેન્ડ કરી દેવાયા છે. આમ આ અધિકારીએજ વીડિયો ક્લિપ વાયરલ કરી હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે અંજાર વર્તુળ કચેરીના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર મેઘાણીનો સંપર્ક સાધતાં તેમણે નાયબ ઇજનેરની ફરજ મોકૂફીની વાતને સમર્થન આપ્યું હતું પણ કયા કારણોસર આ પગલું લેવાયું તે અંગે અજાણતા દર્શાવી હતી.



ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending