તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 49 રેવેન્યૂ તલાટીની તાલુકા ફેર બદલીના આદેશ પણ છૂટ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

49 રેવેન્યૂ તલાટીની તાલુકા ફેર બદલીના આદેશ પણ છૂટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજિલ્લાના મહેસૂલી તંત્રના તલાટીઓની વહીવટી સરળતા ખાતર બદલીઓ કરતા આદેશ સોમવારે સાંજે છૂટ્યા હતા. વર્ગ-3ના 49 રેવેન્યૂ તલાટીની તાલકા ફેર બદલીઓ કરવામાં આવી હતી. વહીવટી સરળતા ખાતર બદલીઓ થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. દરમિયાન મહેસૂલ તંત્રના માળખામાં કચ્છમાં વધુ 113 રેવેન્યૂ તલાટી ઉમેરાશે. સોમવારે ભુજમાં કલેક્ટર કચેરી ખાતે કચ્છ જિલ્લો પસંદ કરનારા નવા તલાટીઓ માટેના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અગામી દિવસોમાં તેમને નિર્ધારિત સેજા માટે નિમણૂક પત્ર આપવામાં આવશે.

કયા તાલુકાના કેટલા તલાટી બદલ્યા

ભુજના11, રાપરના 8, માંડવીના 6, ભચાઉના 5, મુન્દ્રા, અંજાર, અબડાસા અને લખપતના 4, નખત્રાણાના 2 અને ગાંધીધામના 1 રેવેન્યૂ તલાટીની અન્ય તાલુકો બદલી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો