તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપર તાલુકામાં પાછોતરા વરસાદથી ખેતીવાડી ખીલી, પણ જળાશયો ખાલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપર તાલુકામાં પાછોતરા વરસાદથી ખેતીવાડી ખીલી, પણ જળાશયો ખાલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરતાલુકામાં પાછોતરી મેઘમહેર થવાથી એરંડા, બાજરી જેવા પાકોને જીવતદાન મળતાં ખેતરોએ લીલુડી ચાદર ઓઢી છે. જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ છે. તેની વિપરીત મોટા ભાગના જળાશયો ખાલી હોતાં શિયાળામાં પાણીની વિકટ સ્થિતિ પેદા થવાની ભીતિ પંથકના લોકોને સતાવે છે.

રાપર તાલુકામાં વર્ષે શરૂઆતમાં સારો વરસાદ થયો, પરંતુ ત્યારબાદ એક માસ સુધી મેઘરાજાએ મહેર કરતાં દુકાળના ડાકલા વાગે તેવી સ્થિતિ હતી, પણ પાછોતરો 15 દિવસ સુધી વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ છે. રાપર, નીલપર, સઇ, ડાભુંડા, બાદરગઢ, કીડિયાનગર, ડાવરી, બાલાસર, લોદ્રાણી, બેલા, જાટાવાડા, ધબડા, મોડા, ફતેહગઢ, ભીમાસર, રવ, નંદાસર, રામવાવ, સુવઇ, સલારી, પલાંસવા, ગાગોદર સહિતના ગામોમાં ખેડૂતોએ ચોમાસુ પાકના મગ, ગુવાર, બાજરી, તલ, જુવાર, કપાસ વગેરે કપીત પાકોનું વાવેતર કર્યું હતું. એક-દોઢ માસ સુધી મોટા ભાગના ગામોમાં વરસાદ પડતાં પાક બળી જવાની અણી પર હતો, ત્યાં મેઘરાજાની મહેર થવાથી જીવતદાન મળતાં ધરતીએ પોતાના પુત્રને જાણે વાવેતર આપવા માટે કમ્મર કસી હોય તેમ પાકમાં ફાલ થવા લાગ્યા છે. અનેક ગામોમાં પાછોતરા વરસાદથી ખેડૂતો વિખેડા ચલાવવા લાગ્યા. કોઇ જૂની રીતના બળદગાડા, તો કોઇ ટ્રેક્ટર દ્વારા, તો કોઇ ઊંટથી વિખેડા ચલાવી ખેતરોમાં લચી પડેલા ચોમાસુ પાકની માવજતમાં લાગી ગયા છે.

ખેડૂત અગ્રણી અને પ્રાગપરના સરપંચ કરમશીભાઇ વૈદ્યે જણાવ્યું હતું કે, રાપર તાલુકામાં વરસાદ ખૂબ સારો થયો છે. ખેતી માટે સોના સમાન છે, પરંતુ શિયાળામાં ખેતી માટે જે ડેમો-તળાવોમાં પાણીની આવક હતી, તેમાં 90 ટકા જગ્યાએ દબાણ થઇ ગયું છે. પાણીની આવક તળાવની જગ્યાએ અન્યત્ર વાળી દેવાઇ છે, જેના લીધે તળાવો ઓગન્યા નથી. એક માત્ર ફતેહગઢ ડેમ ઓગન્યો છે, તો હાલે જે સ્થળેથી નર્મદા કેનાલ પ્રસાર થાય છે, તે સ્થળેથી તળાવોમાં પાણી છોડાય તેવું સૂચન કરાયું હતું. હાલે તો તળાવોમાં જે પાણીનો સંગ્રહ છે, તે પણ ખૂટવા લાગ્યા છે.

તાલુકામાં સમયસર વરસાદની અસર

ડેમ, તળાવો ભરાતાં શિયાળામાં વિકટ પરિસ્થિતિની ભીતિ સેવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો