ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» સુવઇનો ઝેરી દવા પી ગયેલો યુવક હજી સારવાર હેઠળ

    સુવઇનો ઝેરી દવા પી ગયેલો યુવક હજી સારવાર હેઠળ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 15, 2018, 03:25 AM IST

    રાપરના સુવઇ ગામના બુટલેગર જીતુભા રાઠોડે પોલીસકર્મીઓના ત્રાસથી ઝેરી દવા પી જઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા બાદ...
    • સુવઇનો ઝેરી દવા પી ગયેલો યુવક હજી સારવાર હેઠળ
      સુવઇનો ઝેરી દવા પી ગયેલો યુવક હજી સારવાર હેઠળ
      રાપરના સુવઇ ગામના બુટલેગર જીતુભા રાઠોડે પોલીસકર્મીઓના ત્રાસથી ઝેરી દવા પી જઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા બાદ હજી આ યુવાન ત્રીજા દિવસે પણ સારવાર હેઠળ છે આ બનાવનો ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ બનાવ બાબતે ગૃહ રાજ્યમંત્રીને પણ આ બાબતે સમાજ દ્વારા રજુઆત કરાશે તેવું કરણી સેનાની યાદી માં જણાવાગયું હતુ઼ કારણકે 24કલાકથી વધુ સમય થયો હોવા છતાં પોલીસ દ્વારા સંબંધીત કર્મીઓ સામે એફઆઇઆર નોંધાઇ નથી.આ કેસને લઇ રાપર પોલીસમાં પણ બેભાગ પડી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે કારણ કે નિવેદન લેવાયા ત્યારે બીજા પીએસઆઇ પાસે તપાસ હતી અચાનક ડીવાયએસપી આવતાં તપાસ અન્ય પીએસઆઇને સોંપાતાં અનેક તર્ક વિતર્કો ફેલાયા હતા.આ બનાવમાં પહેલાં જે ની પાસે તપાસ હતી તે પીએસઆઇ નાંદોલિયાને પુછતાં તેમણે ભુજ બંદોબસ્તમાં હોવાનું જણાવ્યું હતુ઼,તો હાલ તપાસ કરી રહેલા પીએસઆઇ ચૌધરીને પુછતાં તેમણે જણાવ્યં હતુ઼ કે મારા વીસ્તારનો કેસ હોતાં તપાસ મારી પાસે હોય હું બહાર ગયો હતો એટલે ત્યા઼ સુધી નાંદેલિયાને સોંપાઇ હતી અને હું આવી ગયો એટલે મને સોંપાઇ છે.આ મ સામાન્ય રીતે 1 કલાકમાં કોઇપણ બનાવમા઼ એફઆઇઆર નોંધાતી હોય છે ત્યારે આ કેસમા 80 કલાક નિકળી ગયા છતાં કોઇ પણ પ્રકારની ગંભીર નોંધ લેવાઇ નથી ત્યારે એસપી દ્વારા આગામી દિવસોમાં આ બનાવમાં કોઇ પગલાં નહીં ભરાય તો રાપર કરણી સેના દ્વારા આ બાબતે ઉગ્ર રજુઆતો કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સુવઇનો ઝેરી દવા પી ગયેલો યુવક હજી સારવાર હેઠળ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top