Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » મથલમાં જુગાર રમતા 5 પકડાયા, ચાર ફરાર

મથલમાં જુગાર રમતા 5 પકડાયા, ચાર ફરાર

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 03:25 AM

નખત્રાણા તાલુકાના મથલ ગામની ઉમરાપર સીમાં ઘાણી પાસાનો જુગાર રમતા 5 શખ્સોને પોલીસે બાતમીના આધારે બુધવારે સાંજે...

  • મથલમાં જુગાર રમતા 5 પકડાયા, ચાર ફરાર
    નખત્રાણા તાલુકાના મથલ ગામની ઉમરાપર સીમાં ઘાણી પાસાનો જુગાર રમતા 5 શખ્સોને પોલીસે બાતમીના આધારે બુધવારે સાંજે 11,600ની રોકડ તથા પડમાં માંડેલા 1,400 અને પાંચ મોબાઇલ સહિત 16,000ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા, જ્યારે ચાર આરોપીઓ નાશી છુટવામાં સફળ રહયા હતા.નખત્રાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ જેન્તિભાઇ માજીરણાાને ખાનગી રાહે બાતમી મળતાં મથલ ગામના ઉમરાપર સીમમાં દરોડો પાડ્યો હતો, ઘાણી પાસાનો જુગાર રમતા આત્મારામ ભીમજી પરમાર, કિશોરસિંહ ભુરજી સોઢા, પોપટભાઇ ખીમજીભાઇ પટણી, રહેમતુલ્લા નૂરમામદ ભટ્ટી અને પચાણ રમજાન સાટી સહીત પાંચ શખ્સોને 11,600ની રોકડ રકમ તથા પડમા રહેલા 1,400 અને 3000ની કિમતના પાંચ મોબાઇલ સહિત 16,000ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દરોડા દરમિયાન ઇબ્રાહિમ હારૂન પીંજારા, રમજાન ઓસા પીંજારા, જાકીર દાઉદ ચાકી, ગુલામ દાઉદ ચાકી રહે તમામ મથલ ગામના ચાર આરોપીઓ નાશી છુટ્યા હતા નખત્રાણા પોલીસે તમામ જુગારીઓ વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending