Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » રામવાવનીલાગેલી આગમાં કિંમતનું જીરૂં ભસ્મિભૂત થયું

રામવાવનીલાગેલી આગમાં કિંમતનું જીરૂં ભસ્મિભૂત થયું

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 03:25 AM

રાપર તાલુકાના રામવાવ ગામે ખેડુતની વાી ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ખેડુતે...

  • રામવાવનીલાગેલી આગમાં કિંમતનું જીરૂં ભસ્મિભૂત થયું
    રાપર તાલુકાના રામવાવ ગામે ખેડુતની વાી ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ખેડુતે પકવેલું રૂ.4 લાખથી વધુની કિંમતનું 60 થી 70 મણ જીરૂં ભષ્મ થઇ જતાં ખેડુતને મોટું નુકશાન થયું હતું.

    આ બાબતે રામવાવ ગામના એજન્ટ સામજીભાઇના જણાવ્યા મુજબ,ગામના ખેડુત જયરામ પચાણ ચાવડાની માલિકીની વાડીમાં રખાયેલા 65 થી 70 મણ જીરાના સ્ટોક ઉપરથી પસાર થતી વીજલાઇનમાં શોર્ટ સર્કીટ થવાને કારણે લાગેલી વિકરાળ આગમાં રૂ. 4 લાખથી વધુ કિંમતનું જીરૂ઼ ભષ્મ થઇ ગયું હોવાનો અંદાજ છે.આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે વાડીની વાડ પણ સળગી ગઇ હતી,આગની જાણ થતાં સરપંચ,ગ્રામજનો દોડી આવ્યા હતા અને જે વાસણ કે સાધન મળ્યું તેના વડે આગ બુઝાવવા પ્રયાસ શરૂ કર્યા હતા,ગામમાં હાજર પાણીના ટેન્કર પણ આગ બુઝાવવા કામે લાગ્યા હતા.તો આગ લાગી હોવાની જાણ થતાં નગરપાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું અને આ સહીયારા પ્રયાસોથી આગને વધુ વીકરાળ બનતા અટકાવાઇ હતી પરંતુઆ આગમાં રૂ.4 લાખથી વધુ કિંમતનો જીરાનો પાક ખાક થયો હતો અને વર્ષ દરમીયાન ખેડુત જયરામભાઇએ કરેલી મહેનત પણ ખાક થઇ હતી.

    આગના જ્યાં લાગી તે સ્થળનો વીમા કંપનીના અધીકારીઓએ મુલાકાત લીધી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે,પીજીવીસીએલની કેટલીક જુની થયેલી લાઇનોને કારણે આગજનીના બનાવો બનતા હોય છે અને ખેડુતોને ભોગ બનવું પડે છે જો કે આ આગમના બનાવમાં કઇ રીતે શોર્ટ સર્કિટ થયું તે તપાસનો વિષય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending