• Gujarati News
  • National
  • નીલપરની યુવતીની બદનામી ક્ષત્રિય સમાજ સાંખી નહી લે

નીલપરની યુવતીની બદનામી ક્ષત્રિય સમાજ સાંખી નહી લે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીલપરગામની ક્ષત્રીય સમાજની દિકરીના બોગસ ફોટા નીલપરના હત્યા કરાયેલ મૃતક યુવાન સાથે મેચ કરી સોશીયલ મિડીયામાં વાયરલ કરી યુવતીને બદનામ કરવાના જે પ્રયાસ કરાયા છે તેને ક્ષત્રીય સમાવજ શાંખી લેશે નહિ તેવી ચીમકી શનિવારે અપાયેલા આવેદનપત્ર સમયે આપવામાં આવી હતી.

દેશની સર્વોચ્ચ અદાલતના આદેશનો અનાદર કરી ફોટા સોશ્યલ મિડીયામાં વાયરલ કરનાર જવાબદારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સમાજના આગેવાનોએ તાલુકા મામલતદાર અને રાપર પોલીસ મથકના પીએસઆઇને આવેદનપ્તર આપી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.

સાથોસાથ નીલપરના કોલી યુવકની હત્યાના પ્રકરણમાં કેટલાક નિર્દોષ લોકોને પણ પોલીસે પકડી પાડયા છે. ત્યારે હત્યા પ્રકરણમાં ગુન્હેગાર છુટી જાય અને નિર્દોષ પકડાઇ જાય તેવો ઘાટ સર્જાય તે માટે રજુઆત કરવામાં આવી હતી. જો મુદે વેળાસર કાર્યવાહી નહિ કરાય તો વિધાનસભા ચૂંટણીમાં તેના પડઘા પડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

રાપર તાલુકા ક્ષત્રીય સમાજના પ્રમુખ અનોપસિંહ વાઘેલા, હમીરજી સોઢા, લક્ષ્મણસિંહ સોઢા, અજીતસીંહ જાડેજા, ગોડજી ભટી, અજયપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વાઘેલા, ગેલુભા જાડેજા, દશરથસિંહ જાડેજા, રાજેભા જાડેજા, હકુભા સોઢા, લાલુભા જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા.

જરૂર પડયે રાજયના અલગ અલગ વિસ્તારમાં દેખાવ કરવાની ચેતવણી સમાજે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...