• Gujarati News
  • મેવાસા પાસે કલીનરનું મોત

મેવાસા પાસે કલીનરનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના ગાગોદર રોડ પર મેવાસા પાટિયા નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક ક્લીનરનું કમકમાટીભર્યું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાત્રે એક ટ્રેઇલર રસ્તે ઊભું હતું, ત્યારે બીજું ટ્રેઇલર તેની પાછળના ભાગે અથડાતાં

...અનુસંધાનપાના નં. 2

એમાંબેઠેલા ક્લીનરે સ્થળ પર દમ તોડી દીધો હતો.

રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે ઘટના બની હતી, જેમાં ઇલિયાસબેગ સલીમબેગ નામના ક્લીનરે જીવ ગુમાવ્યો હતો. અજમેરનો ઇસાક શબ્બીર બેગ તેનું ટ્રેઇલર રોડની સાઇડમાં દબાવીને ઊભો હતો, ત્યારે પાછળથી ધડાકાભેર બીજું ટ્રેઇલર ભટાકાયું હતું, ભટકાયેલાં ટ્રેઇલરમાં ઇલિયાસબેગને ગંભીર ઇજા થતાં તેણે સ્થળ પર દમ તોડી દીધો હતો. ઇસાકની ફરિયાદ પરથી પોલીસ ટ્રેઇલરના ચાલક સલીમ રફીક બેગ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.