• Gujarati News
  • કતલખાને જતાં 227 ઘેટાં બકરાં આડેસરમાં જબ્બે

કતલખાને જતાં 227 ઘેટાં-બકરાં આડેસરમાં જબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના આડેસર હાઇ-વે પર કતલખાને લઈ જવાતા ઘેટાં-બકરાં સાથે એક ટ્રકને જીવદયા પ્રેમીઓએ પકડી પાડી હતી. ટ્રકમાંથી કુલ મળીને 227 ઘેટાં-બકરાંને બચાવવામાં આવ્યા હતા. આડેસર પોલીસે જણાવ્યું કે, સોમવારે વહેલી સવારે સવા વાગ્યે આડેસર-રાપર હાઇ-વે પર ટ્રકને પકડવામાં આવી હતી. ડ્રાઇવર હાજી ઉર્ફે સલીમ મોહમ્મદ સુમરા(રહે. પાલનપુર)ને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

શખ્સ ટ્રકમાં ઘેટાં-બકરાંને ઠાંસોઠાંસ ભરી કોઇ પ્રકારના ઘાસચારાની વ્યવસ્થા કર્યા વિના પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હતા. કેસમાં ગાંધીધામના રતિલાલ પરમારની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.