તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપરમાં લોકોની સહી ઝુંબેશ બાદ ઢોરો પકડવાની કામગીરીની શરૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં લોકોની સહી ઝુંબેશ બાદ ઢોરો પકડવાની કામગીરીની શરૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરમાંલાંબા સમયથી રખડતા ઢોરોની સમસ્યાથી ત્રસ્ત લોકોએ સહી ઝુંબેશ આદરીને નગર પ્રમુખથી માંડીને મ્યુનિસિપલ સચિવ સુધી રજૂઆત કર્યા બાદ પણ કોઇ કાર્યવાહી કરાઇ હતી, તેવામાં શુક્રવારે ધારાસભ્યના લોક સંપર્ક કાર્યક્રમ દરમિયાન બાબતે ઉગ્ર રજૂઆત થતાં પાલિકાના સત્તાધિશોને ચેતવણી મળતાં ઢોર પકડવાની ઝુંબેશ આદરાઇ હતી.

શહેરના જાહેર માર્ગો પર તેમજ મુખ્ય બજારમાં રખડતા ઢોરો અને ખાસ કરીને યુદ્ધે ચડતા આખલાઓના કારણે પારાવાર મુશ્કેલી પડતી હોવાની રજૂઆત ધારાસભ્ય પંકજ મહેતા સમક્ષ કરવામાં આવી હતી. જેના પગલે તેમણે જવાબદારોને ચેતવણી આપતાં શુક્રવારે રાત્રે 11 વાગ્યાથી રખડતા ચોપગાઓને પકડવાનું શરૂ કરાયું હતું.

નગર પ્રમુખ જયશ્રીબેન કારોત્રા, ઉપપ્રમુખ હઠુભા સોઢા, ઇન્સ્પેક્ટર કિશોર ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ ઉપાડાઇ હતી. કેટલીક સંસ્થાઓના ઢોરો પણ બજારમાં રખડી રહ્યા હોવાની ચર્ચા થતાં પાલિકા દ્વારા તેને પકડીને શિંગડા રંગીને પરત જે-તે સંસ્થામાં મોકલાશે અને ફરી તે જોવા મળશે તો કાર્યવાહી કરાશે તેવું જવાબદારોએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં ઢોરની અડફેટેે આવેલા ચાર લોકોના મોત થયાં છે અને કેટલાકને ઇજા પહોંચી હોવાના બનાવ પણ બન્યા છે.

લાંબા સમયથી રખડતા ઢોરોને પાલિકાએ પાંજરે પૂરવાની શરૂઆત કરી હતી.

વારંવારની ઉગ્ર રજૂઆતોને પગલે નગરપાલિકાના સત્તાધિશો અંતે જાગ્યા ખરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો