ન્યૂઝ બ્રીફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |કચ્છમાંહસ્તકળાના કારીગરોને જીએસટી બાતે અનુભવાતી મુંઝવણો દૂર કરવા કુકમામાં ખમીર સંસ્થા દ્વારા તા. 27/7ના એક દિવસીય સેમિનાર યોજાશે જેમાં વસ્તુ અને સેવા કર વિશે વિસ્તૃત સમજ આપવામાં આવશે. જીએસટીની જોગવાઇ હસ્તકળાના ક્ષેત્રે કેવી રીતે લાગુ પડશે તે અંગે હજુ અસમંજસતા છે. અનેક કારીગરોને પોાતની વસ્તુઓના ભાવ વિશે દ્વિધા છે તો રજીસ્ટ્રેશન માટેની શું પ્રક્રિયા છે તે અંગે પણ યોગ્ય જાણકારી નથી. તમામ બાબતોને આવરી લેતા સેમિનારમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે. વધુ વિગતો માટે હરીશ હુરમાડેનો મો.નં. 98255 53326 પર સંપર્ક કરવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.

ભુજમાં ચોતરફ ગટરલાઇનોમાં ભંગાણ પડતા ભુજ નગરપાલિકા થોડા દિવસથી મરંમત કામસર દિવસરાત મંડી પડી છે, ત્યારે ભુજ મતવિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય પાટવાડી નાકા અને ઓરિયન્ટ કોલોની પાસે થતી કામગીરીની જાત મુલાકાત લઇ સૂચના આપી હતી. આજે ગટર વ્યવસ્થા પૂર્વવત થઇ જશે તેવી ખાતરી આપી હતી.

ભુજમાં વકરેલી ગટર સમસ્યા મુદ્દે ધારાસભ્ય હરકતમાં

કુકમામાં હસ્તકળા કારીગરો માટે જીઅેસટીનો સેમિનાર યોજાશે

અમરાપરમાં વહેણમાં ભેંસો તણાઇ

ગાગોદરમાં જુની અદાવતનું મનદુખ રાખી યુવાન પર હુમલો

અન્ય સમાચારો પણ છે...