• Gujarati News
  • National
  • વરસાદી જળ હોનારતની શક્યતાને પગલે ડીડીઓ વાગડની મુલાકાતે

વરસાદી જળ હોનારતની શક્યતાને પગલે ડીડીઓ વાગડની મુલાકાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છજિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલે મંગળવારના ભુજ તાલુકાના બન્ની વિસ્તારના રણકાંઠાના ગામડા ઉપરાંત બુધવારના વાગડના ગામડાઓની પણ મુલાકાત લીધી હતી અને વરસાદી જળ હોનારતની શક્યતાએ સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

ભચાઉમાં પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને સ્થાનિક અધિકારીની હાજરીમાં સમીક્ષા બેઠક લીધી હતી ત્યારબાદ રાપર તાલુકાના ભીમદેવકા, મેવાસા, થોરીયારી, ફુલપરા, નાંદા ગામોની મુલાકાતમાં ઉત્તર ગુજરાતમાંથી પાણી રણમાં આવી રહ્યા હોઇ લોકોને સતર્કતા રાખવા સૂચના અપાઇ હતી. સગર્ભા મહિલાઓને તાત્કાલિક અસરથી નજીકના આરોગ્ય કેન્દ્રવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા જણાવાયું હતું. તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી પરમાર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ચાવડા, નાયબ કાર્યપાલક ઇજનેર નવધરે અને ટેકનીકલ ટીમ સાથે રહી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીના પીએ સુભાસ ધોળકિયાએ જણાવતા ઉમેર્યું હતું કે, તેઓ 25મી જુલાઇના બન્ની વિસ્તારના રણકાંઠાના ગામડાઓમાં ભીરંડીયારા, દિનારા, ગોરેવાલી, ખાવડાની મુલાકાત પણ લીધી હતી.

જિલ્લા પંચાયતની તમામ શાખાઓને એલર્ટ કરાઇ

જિલ્લાપંચાયતના પ્રમુખ કૌશલ્યાબેને કચ્છમાં હેવી રેઇનફાલના એલર્ટને પગલે તમામ શાખાઓને કોઇપણ સંજોગોને પહોંચી વરવા માટે તાકીદ કરી હતી. પોતપોતાના ક્ષેત્રમા પદાધિકારીઓને પણ સજાગ રહેવા જણાવ્યું હતું.

2 કિ.મી. ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું

નાંદાઅને તે વિસ્તારના રોડ પર પાણી કરી તે પ્રવેશ કરે છે તે 2 કિ.મી. ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વિસ્તાર ચારે બાજુ બેટમાં ફેરવાયું છે, જેથી આસપાસના ગામોને સતર્કતા રાખવા જણાવ્યું હતું. 150થી વધુ લોક સંપર્ક કર્યા અને આરોગ્ય અંગે સચેત રહેવા જણાવ્યું હતું. આંગણવાડીના બાળકોની સ્થિતિની જાણકારી મેળવી હતી. પાણીનો વધારો થાય તો રણથી નાંદા બેટને જોડતા રોડ સુખપર થઇને જાય છે તે રસ્તાનું નિરીક્ષણ કરી રસ્તા રિપેરિંગ તુરત કરવા નાયબ કાર્યપાલક ઇજનેરને સૂચના આપી હતી. નીચાણવાળા વિસ્તારમાં કે નદીનાળાઓના કાંઠે જવા ખાસ તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.

બન્ની વિસ્તારના રણકાંઠાના ગામોમાં પણ લોકોને એલર્ટ રહેવા તાકીદ કરી

અન્ય સમાચારો પણ છે...