• Gujarati News
  • National
  • ભુજ આડેસરથી 25000 ફૂડ પેકેટો બનાસકાંઠા મોકલાયાં

ભુજ-આડેસરથી 25000 ફૂડ પેકેટો બનાસકાંઠા મોકલાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રરાજ્યને વરસાદ ઘમરોળી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં ઊભી થયેલી કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા સેવાભાવીઓએ કમર કસી છે. અતિવૃષ્ટિના પાણીથી ઘેરાયેલા અને ઘરબાર મૂકીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર બનેલા લોકોને ભુજના સ્વામિનારાયણ મંદિર, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, નવપલ્લવ ટ્રસ્ટ તેમજ આડેસરના ગ્રામજનોએ 25000થી વધુ ફૂડપેકેટો પહોંચાડવાનો ભગીરથ વ્યાયામ હાથ ધર્યો છે.

સ્વામિનારાયણ મંદિરના સહયોગથી કચ્છ નવપલ્લવ ટ્રસ્ટ દ્વારા 5 હજાર, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા 2 હજાર મળીને કુલ્લ 20 હજાર ફૂડ પેકેટ રાતભરના પુરૂષાર્થને અંતે તૈયાર કરાઇને અસરગ્રસ્તોને મોકલાયાં છે. કાર્યમાં મંદિરના સંતો શ્રીજગજીવન સ્વામી, નારાયણમુનિસ્વામી, અદ્દભુતસ્વામી, મંદિરના કોઠારી જાદવજીભાઇ, દેવપ્રકાશ કોઠારી, રામજી કોઠારી, શશીકાંત ઠક્કર, પ્રવિણ પિંડોરીયા, વાઘજી પટેલ, કાનજી વેકરીયા, દિલીપ ત્રિવેદી, હિતેશ ખંડોલ, હેમેન્દ્ર જણસારી સહિતના સહભાગી બની રહ્યા છે.

કાર્યમાં અધિક કલેક્ટર ડી.આર. પટેલ, ભુજ પ્રાંત અધિકારી રવિન્દ્રસિંહ જાડેજા, શિરસ્તેદાર મહેન્દ્ર હુરબડાના માર્ગદર્શનમાં કાર્યકરો હાજર રહ્યા હતા. આડેસરમાં પણ સરપંચ ભગાભાઇ, ઉપસરપંચ રહીમભાઇ, પીઆઇ એ.પી. ચૌધરી અને સ્ટાફ, વન વિભાગના ઇમરાનભાઇ, રાપર તાલુકા પંચાયતના પ્રમુખ જયદિપસિંહ, કાનજીભાઇ, સણવા જાગીરના કૃષ્ણપાલસિંહ, ભચાઉ ડિવાયએસપી સહિતના સક્રિય સહયોગથી 150થી વધુ યુવાનોએ આખી રાત જાગીને 5000 જેટલાં ફૂડપેકેટ તૈયાર કરી મોકલાવ્યાં છે. કાર્યમાં રાજાભાઇ મોરબીવાળાએ પોતાના તરફથી 50000 પાણીના પાઉચ સાથે મોકલાવ્યાં છે.

ભુજ અને આડેસરમાં રાત જાગીને સેવાભાવીઓએ ફૂડ પેકેટ તૈયાર કર્યા.

વિવિધ સંસ્થાઓ અને ગ્રામજનોએ સેવાકાર્ય કર્યું

અન્ય સમાચારો પણ છે...