• Gujarati News
  • National
  • રાપર તાલુકામાં 1થી7 ઇંચ વરસાદથી ઉચાટ

રાપર તાલુકામાં 1થી7 ઇંચ વરસાદથી ઉચાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખડીરમાં બાંભણકા ડેમ ઓવરફ્લો

કચ્છતરફ સરકી રહેલા સાયકલોનીક સર્કયુલેશનની અસર વર્તાવવાની શરૂ થઇ ગઇ હોય તેમ 2 દિવસના વિરામ બાદ બુધવારે કચ્છના 6 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી હતી. ઉતર ગુજરાતને ધમરોળનાર મેઘરાજાએ બુધવારે કચ્છના વાગડ વિસ્તારમાં પણ અનરાધાર મેઘવર્ષ વરસાવી ઉચાટ સર્જી દીધો હતો.

રાપર તાલુકાની રામવાવ પટીના ગામોમાં બુધવારની વહેલી સવારથી તોફાની વરસાદ વરસવો શરૂ થયો હતો. અને બપોરે 2 વાગ્યા સુધી એકધારા વરસેલા વરસાદે જોતજોતામાં 6થી7 ઇંચ જેટલું પાણી પાડી દીધું હતું. ભારે વરસાદના લીધે આસપાસના ડેમ-તળાવ તુટવાની ભીતીથી લોકોમાં ભય ફેલાયો હતો.ભારે વરસાદના લીધે રામવાવ ઉપરાંત ખેંગારપર, વજેપર, કંથકોટ, જેસડા, સુવઇ સહિતના ગામોમાં આવોજ ભારે વરસાદ ખાબકતાં નિચાણવાળા વિસતારમાં આવેલા દુકાનો અને મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. તેવું સ્થાનિક વેપારી શામજીભાઇએ જણાવ્યું હતું. તો ભારે વરસાદના લીધે કેટલાક પશુઓ પણ તણાઇ ગયા હોવાની વિગત સામે આવી હતી. પણ ઘણાખરા પશુઓને મહામહેનતે બચાવી લેવાયા હોવાનૂ઼ જણાવાયું હતું. અાવો એકધારો વરસાદ ઘણા વર્ષો પછી જોયો હોવાનું પણ કેટલાક સ્થાનિકોએ કહ્યું હતુ઼. રાપર શહેરમાં વિજળીના કડાકા ભડાકા વચ્ચ્ે સવારે ધોધમાર અને બાદમાં ઝરમર સ્વરૂપે એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ચિત્રોડ, બાદરગઢ, ગોવિંદપરમાં 1થી 2 ઇંચ તો રવેચી, લાકડાવાંઢ, બાલાસર, લોદ્રાણી, બેલા સહિતના ગામોમાં 1થી3 ઇંચ વરસાદ પડયો હોવાનું વિનોદસિહ઼ જાડેજાએ જણાવ્યું હતું.

લાકડાવાંઢ બીજીવાર છલકાયાની માહિતી તાલુકા પંચાયત સદસ્ય રાજુભા જાડેજાએ આપી હતી. ભારે વરસાદના લીધે ભુજ-ભચાઉ વાયા લોધીકા માર્ગ પર ગાબડા પડતા મુખ્ય માર્ગ બ઼ંધ થતાં વાહન વ્યવહાર અટકવા સાથે રામવાવ પટીના ગામો થોડાક સમય માટે સંપર્ક વિહોણા પણ બની ગયા હતા.

રામવાવ પટીના ગામોમાં વધુ હેત વરસ્યું : લાકડાવાંઢ ડેમ બીજીવાર છલકાયો

કેટલાક ગામ તળાવ તુટવાની ભીતિ

6 તા.માં હળવો-ભારે વરસાદ

ખડીરમાં પાંચ ઇંચ વરસાદ

સરક્યુલેશનથી કચ્છમાં ફરી મેઘમહેર

અન્ય સમાચારો પણ છે...