• Gujarati News
  • National
  • રાપર તાલુકા પંચાયતનું 11.27 કરોડની પૂરાંતવાળુ બજેટ મંજૂર

રાપર તાલુકા પંચાયતનું 11.27 કરોડની પૂરાંતવાળુ બજેટ મંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં 11.27 કરોડની પૂરાંતવાળા બજેટને મંજૂરી અપાઈ હતી, જેમાં 75.09 કરોડના અંદાજિત ખર્ચની જોગવાઈ સર્વાનુમતે મંજૂર કરાઈ હતી.

રાપર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 2017-’18ના નાણાકીય વર્ષે માટેનું અંદાજપત્ર રજૂ કરાયું હતું, જેમાં 75,09,11,000ના ખર્ચની જોગવાઈ કરાઈ છે. જેમાં ખેતીવાડી, પશુપાલન, શિક્ષણ, કુદરતી આફતો માટે રાહત, સંકલીત બાળ વિકાસ કાર્યક્રમ હેઠળ ખાદ્ય અને પોષણ, જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ, સમાજ કલ્યાણ, નાની સિંચાઈ, જાહેર બાંધકામ સહિત જરૂરિયાતમંદોને આવાસની સુવિધા પૂરી પાડવાના કાર્યોનો સમાવેશ કરાયો છે. તાલુકા પંચાયતના પ્રમુખ જયદીપસિંહ જાડેજા અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં તમામ સદસ્યોને ગામડાઓની શાળાની નિયમિત મુલાકાત લેવા સૂચન કર્યું હતું. ઉપપ્રમુખ કાનીબેન વાવિયા, શાસક પક્ષના નેતા ગંગાબેન ગોહિલ, ગાભાભાઈ ગોહિલ, આસિ. કલેક્ટર અનિલ ધામેલિયા, બી.પી. સોરઠિયા, વિરોધપક્ષના નેતા ભાવનાબેન મકવાણા સહિતના સદસ્યો હાજર રહ્યા હતા.

75 કરોડ ખેતીવાડી, પશુપાલન, શિક્ષણ, બાળ વિકાસ કાર્યક્રમમાં કરાશે

અન્ય સમાચારો પણ છે...