તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેલારી ગામે બે શખ્સોનો દંપતી પર જાનલેવા હુમલો

સેલારી ગામે બે શખ્સોનો દંપતી પર જાનલેવા હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના સેલારી ગામે ખેતર પાસે ઘેટાં-બકરાં ચરાવવાનું કહેવામાં આવતાં 2 શખ્સોએ દંપતી પર લાકડીઓથી ઘાતક હુમલો કરી, અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચાડી હતી.

ખેતરમાં ગુવાર વાઢી રહેલા વેરશી રાયશી રાઠોડ (ઉ.50) તથા તેમના પત્ની ગોમીબેને ખેતર નજીક ઘેટાં-બકરાં ચરાવતા નોંધા વજા રબારી અને પાલા ડાહ્યા રબારી (બન્ને રહે. ઉમૈયા)ને ઘેટાં-બકરાં દૂર ચરાવવાનું કહેતાં, બન્ને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને કડિયાલી લાકડીથી દંપતી પર હુમલો કરી, ગંભીર ઇજાઓ પહોંચાડી, ઘેટાં-બકરાં લઇ ત્યાંથી નાસી ગયા હતા. બનાવ બાદ સારવાર માટે હોસ્પિટલ પહોંચેલા દંપતીએ તબીબને આપવીતી કહેતાં હોસ્પિટલ તરફથી પોલીસને એમએલસીની જાણ કરવામાં આવ્યા બાદ, પોલીસે ફરિયાદ લેવા હોસ્પિટલ ધસી ગઇ હતી, જ્યાં વેરશીભાઇએ પોલીસને બન્ને રબારી શખ્સો વિરૂદ્ધ ફરિયાદ બાદ તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાપરમાં ખાનગી જમીનોમાં પશુઓ દ્વારા ભેલાણ કરાવી, વાડી માલિકને નુકસાનીની ઘટનાઓ સામાન્ય છે અને માથાભારે પશુપાલકો દ્વારા ધરાર ખેતરોમાં પોતાના પશુઓ ઘૂસાડી પાકને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે. અગાઉ પણ આવા બનાવો સામે પોલીસ ફરિયાદો પણ થઇ હોવા છતાં પોલીસની ધાક વગરના વિસ્તારમાં માથાભારે શખ્સો બાજ આવતા નથી.

ઘેટાં દૂર ચરાવવાનું કહેતાં માલધારીઓએ માર માર્યો

લાકડીઓથી બન્નેને કરી અસ્થિભંગ સહિતની ઇજા

અન્ય સમાચારો પણ છે...