• Gujarati News
  • 250 શિક્ષકની થઇ હતી ધરપકડ, દરેકના અટક્યા હતા ઇજાફા

250 શિક્ષકની થઇ હતી ધરપકડ, દરેકના અટક્યા હતા ઇજાફા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંભૂકંપ બાદ આચરાયેલા મોટા કૌભાંડ પૈકીના એવા કાટમાળ સ્કેમમાં જિલ્લાના 5 તાલુકાના 572 શિક્ષક સામે પોલીસ ફરિયાદ થઇ હતી, તેઓ હવે કલંક મુક્ત થઇ શકવાની ધારણા છે.આ હકીકતને શિક્ષણ જગતમાંથી આવકાર મળી રહ્યો છે.

...અનુસંધાનપાનાનં.4

તાજેતરમાંઆવેલા એસીબીના વડાએ પણ તેઓને ક્લિનચીટ આપી હતી, તો બીજીતરફ શિક્ષકોના રાજ્ય કક્ષાના સંગઠન અને કચ્છ જિલ્લા શિક્ષક સમાજે નિર્ણયને આવકાર્યો હતો. કૌભાંડમાં શિક્ષકો ઉપરાંત તલાટીઓ, આવાસ નિરીક્ષકો અને કેટલાક અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

2001ના ધરતીકંપ બાદ 2003માં આખું સ્કેમ ખૂલ્યું હતું, જેનામાં ભુજ, અંજાર, રાપર, ભચાઉ અને મુન્દ્રા તાલુકાના 572 માસ્તર ટ્રેક્ટરના ફેરામાં સહીઓ આવતાં સીધા ગુનામાં આવી ગયા હતા. કેસમાં 250 જેટલા શિક્ષકની તો ધરપકડ થઇ હતી, તો કેટલાક નિવૃત્ત પણ થઇ ગયા છે, પણ તેઓના હાયરગ્રેડ અને પેન્શન જેવા લાભો પર બ્રેક લાગી ગઇ હતી, હવે તે હટે તેવી આશા જાગી છે. શનિવારે ગાંધીનગરમાં મળેલાં સંમેલનમાં મુખ્યમંત્રીએ તમામ લોકો સામે થયેલી ફરિયાદો હટાવાશે, તેવી જાહેરાત થતાં આનંદ ફેલાયો હતો. કચ્છ શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા, મહામંત્રી દિનેશ શાહ તથા અન્ય હોદેદારોએ જાહેરાતને વધાવી હતી.