• Gujarati News
  • National
  • ભચાઉ પાસે 3.4 અને 2.2ના આંચકાથી લોકોના જીવ તાળવે

ભચાઉ પાસે 3.4 અને 2.2ના આંચકાથી લોકોના જીવ તાળવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડાસમય માટે શાંત રહેલી વાગડ પંથકની ધરા ફરી અશાંત બની હોય તેમ ભચાઉ નજીક 3.4 અને 2.2ની તીવ્રતા સાથેના આંચકા આવતાં વિસ્તારના લોકોમાં ભય સાથે ઉચાટ ફેલાયો છે.

ચાલુ માસના પ્રથમ રવિવારે રાપર નજીક 4ની તીવ્રતા, સોમવારે ભચાઉ પાસે 3.1 અને મંગળવારે ધોળાવીરાથી થોડા અંતરે 3.9 એમ મધ્યમ પ્રકારના કંપનની હેટ્રિક થયા બાદ પેટાળની ઉર્જા નીકળી ગઇ હોવાનું મનાઇ રહ્યું હતું, તેવામાં એક સપ્તાહ બાદ સોમવારે મધરાત્રે 1:43 મિનિટે ભચાઉથી 8 કિલોમીટરના

...અનુસંધાનપાનાનં.6

અંતરેઉત્તર-પૂર્વ દિશામાં રિખ્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા સાથેનું કંપન ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચમાં નોંધાયું હતું.

ફરી એકવાર કેન્દ્રબિંદુ પર સવારે 6 કલાક અને 18 મિનિટે 2.2ની તીવ્રતા સાથેનો આંચકો આઇએસઆરમાં નોંધાયો હતો. ટૂંકા ગાળામાં આવેલા કંપન પૈકીના પ્રથમ આંચકાના કારણે કટલાક લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા. જોકે, જાનહાનિ કે અન્ય કોઇ નુકસાન થતાં વાગડ પંથકમાં હાશકારો અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, સોમવારે બપોરે બનાસકાંઠાના ડીસા પાસે 4.4ની તીવ્રતા સાથેનો આંચકો આવતાં વિસ્તારમાં ભય ફેલાયો હોવાનું જાણવા મળ્યું હતું, તેના બાદ ચાર હળવા કંપન પણ ગાંધીનગરની કચેરીએ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...