• Gujarati News
  • National
  • રાપરમાં ત્રણ, ગાંધીધામમાં એક સ્થળે આઈટીની તપાસ

રાપરમાં ત્રણ, ગાંધીધામમાં એક સ્થળે આઈટીની તપાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સતત ચોથા દિવસે ચાર પેઢી પર તપાસનો દોર આરંભાયો હતો. ઓપરેશન ક્લીન મની, સ્વચ્છ ધન અભિયાન હેઠળ રાપરમાં ત્રણ અને ગાંધીધામમાં એક સ્થળે ચા, દૂધ અને જથ્થાબંધ વેપારીઓને ત્યાં વિભાગે સર્વે કામગીરી આરંભી હતી.

આંતરિક આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભુજ, મુન્દ્રા, અંજાર બાદ શુક્રવારે સતત ચોથા દિવસે ગાંધીધામના ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા રાપરમાં ત્રણ અને ગાંધીધામમાં એક સ્થળે તપાસ હાથ ધરાઈ હતી. અંજાર તાલુકાના મેઘપર (બોરીચી)માં આવેલી નેન્સી માર્કેટિંગના બબીતા રાજપૂત, રાપરમાં કિરાણા, પ્રોવિઝન સ્ટોરના શાંતિલાલ વીરજી ઠક્કર, વોડાફોનનો સ્ટોર ધરાવતા દીપલ શિવલાલ ઠક્કર, ચાના વેપારી હરિ ટ્રેડર્સના પુષ્પેન્દ્ર રમણીકલાલ ઠક્કરને ત્યાં શુક્રવારે આવકવેરા વિભાગની ટીમોએ પહોંચી દસ્તાવેજો તપાસવાનું અને બેહિસાબી સંપત્તિને બહાર લાવવા કાર્યવાહી આરંભી હતી. મેઘપર (બોરીચી) સંબંધીત

...અનુસંધાનપાનાનં.6





એકસ્થળે ગાંધીધામમાં પણ તપાસ કરાઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસથી સતત રોજ કચ્છભરના વિવિધ વિસ્તારોમાં આઈટી વિભાગે નોટબંધી બાદ જેમના ચાલુ વર્ષના રેકોર્ડ સાથે મેળ નથી ખાતો તેમના પર જે મેગા ઓપરેશન હાથ ધર્યું છે તે સંદર્ભે તપાસનો દોર ચલાવાયો હતો. અગાઉ નખત્રાણા, ભુજ, અંજાર, મુન્દ્રા, ગાંધીધામ સહિતના સ્થળોએ સર્વે કામગીરી કરાઈ હતી.

ભુજમાંથી 10 લાખ, મુન્દ્રામાંથી 6 લાખનું ડિસ્ક્લોઝર

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુરુવારે ભુજ, ગાંધીધામ અને મુન્દ્રામાં ત્રણ સ્થળે તપાસ આદરી હતી, જેમાં ભુજના આરટીઓ એજન્ટ હરૂન મહંમદ દ્વારા 10 લાખની રકમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેર કરાઈ હતી, તો જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પ્રમુખ છાયાબેન ગઢવીના પુત્ર અને મુન્દ્રામાં પેટ્રોલપમ્પના માલિક મનિશ વિશરામ ગઢવી દ્વારા 6 લાખ જાહેર કરાયા હતા, તો ગાંધીધામની આનંદ ડેરી દ્વારા ડિસ્ક્લોઝર આવ્યું નહોતું.

સતત ચોથા દિવસે કચ્છમાં ચાર સ્થળો પર સર્વેની કાર્યવાહી : ચા, દૂધ, કિરાણા અને જથ્થાબંધ વેપારીને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યો

અન્ય સમાચારો પણ છે...