તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાપરમાં ખેડૂતે મામલતદારની ચેમ્બર બહાર અનાજ ખડકી રોષ વ્યક્ત કર્યો

રાપરમાં ખેડૂતે મામલતદારની ચેમ્બર બહાર અનાજ ખડકી રોષ વ્યક્ત કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરની બેંકોમાં રૂપિયા થયા ખતમ : ઉશ્કેરાયેલા લોકોએ કર્યો હલ્લાબોલ

મંગળવારેરાપરની દેનાબેંક, બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક અને મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા ખૂટી પડતાં લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહી છે. રાપરની બેંકોમાં રાપરના 97 ગામ અને 217 વાંઢો અને ભચાઉના 40 ગામોનો વહીવટ છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો છતે રૂપિયે નાણાકીય કટોકટી ભોગવી રહ્યા છે, ત્યારે રિઝર્વ બેંક તમામ બેંકોને યોગ્ય ગણતરી સાથે ફાળવણી કરે તેવી લોકમાંગ ઉઠી છે.

મંગળવારે સવારે ખૂલતી બેંકે સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઉભેલા લોકોને રૂપિયા બેંકમાં હોવાનું કહેતાં ખાલી હાથે પરત જતા લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને

...અનુસંધાન પાના નં.6મામલો ગંભીર થયો હતો લોકોને સમજાવવામાં પોલીસ અને બેંક કર્મચારીઅોના નાકે દમ આવી ગયો હતો. અધૂરામાં પૂરું છેલ્લા પાંચ દિવસથી તમામ એટીએમ પણ બંધ હોતાં લોકોની હાલાકી વધી ગઇ છે.

ચેરમેન ધારાસભ્ય છે છતાં લેવાયેલા પગલાં કારગત નહીં

ખેતીવાડીઉત્પન બજાર અને રાપર તાલુકા ખરીદ-વેચાણ સંઘ દ્વારા ખેડૂતો માટે શરૂઆતમાં ચેરમેન એવા ધારાસભ્ય પંકજ મહેતાએ રસ લઇને પગલાં ભર્યા હતા, જો કે હાલમાં તે કારગત નિવડયા હોય તેમ આવા બનાવ પરથી સમજાઇ રહ્યું છે. કેટાક ખેડુતે આક્ષેપ કર્યો હતો કે કોઇ નક્કર પગલાં લેવાતાં નથી અને માત્ર હવામાં વાતો કરાઇ છે. હાલમાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે તે સ્થાનિક સત્તાધિશોને ધ્યાને ચઢતું હોવાની પણ ફરીયાદ ઉભી થઇ હતી.

કચેરીમાં ચેમ્બર બહાર અનાજની ગુણીઓ

દેનાબેંક બહાર ગ્રાહકોનો ધસારા બાદ ઉશ્કેરાટ ફેલાયો હતો.

દેનાબેંકની બહાર ગ્રાહકોનો ધસારો

રિઝર્વ બેંક જરૂરિયાત કરતાં ઓછી રકમ મોકલે છે

રાપરતાલુકામાં રોજની બે-ત્રણ કરોડની ખપત સામે ઓછી રકમ આવતી હોવાથી પરિસ્થિતિનું નિર્માણ થઇ છે. દેનાબેંકમાં 60 લાખની સામે 10થી 15 લાખ, દેના ગ્રામીણ બેંકમાં 50 લાખની સામે 15 લાખ, બીઓઆઇમાં 70 લાખની સામે 10 લાખ અને એક્સિસ બેંકમાં 60 લાખની સામે 15 લાખની ફાળવણી કરવામાં આવી રહી છેે.

અન્ય સમાચારો પણ છે...