તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નખત્રાણા તાલુકાના મહત્ત્વના ગામડાઓની પંચાયત બાગડોર સ્ત્રીશક્તિના હાથમાં

નખત્રાણા તાલુકાના મહત્ત્વના ગામડાઓની પંચાયત બાગડોર સ્ત્રીશક્તિના હાથમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકપંચાયત રાજની ચૂંટણીમાં નવા રોટેશન આવતાં નખત્રાણા તાલુકાના મહત્ત્વના ગામોમાં મહિલા અનામતથી અગાઉની તૈયારી કરનારા મૂરતિયાઓનો અરમાનો રોળાયા છે. નખત્રાણા તાલુકાના મુખ્ય મથક એવા નખત્રાણામાં આઝાદી પછી પ્રથમ વખત મહિલા સરપંચપદે આરૂઢ થયા છે, એવી રીતે નેત્રા-રાપર, નિરોણા જેવા મોટા ગામોમાં પણ પ્રથમ વખત મહિલાઓ સરપંચ પદે બીરાજી છે. નખત્રાણામાં કુલ 77 ગ્રામ પંચાયતો છે, જ્યાં વર્ષોથી સામાન્ય આવતી ત્યાં અનામત આવવાથી તમામ સમાજના લોકોને સરપંચપદનો વારો આવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં મોટી પંચાયત એવી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતની પંચાયત સ્થાપના 1958થી મહિલા અનામત નથી, આથી જે સૌપ્રથમ મહિલા અનામત બનતા અગાઉથી તૈયારી કરી રહેલાઓના સપના રોળાયા છે.

નખત્રાણા તાલુકાના ગામડાઓની બાગડોર પણ હવે વર્ષો બાદ સ્ત્રીશક્તિમાં આવશે. તાલુકાના યક્ષ, આણંદપર, વિથોણ, ભડલી, દેવીસર, ઘડાણી, જડોદર, જિયાપર, મથલ, નાગલપર, નાગવીરી, નેત્રા, નિરોણા, પાલનપુર (બાડી), પાનેલી, રામપર (રોહા), રસલિયા, રતડિયા, રવાપર, રોહા-સુમરી, સાંગનારા, સાંયરા, સુખપર (રોહા), નરા, થરાવડા, વડવા-ભોપા, વડવા-કાંયા, વાલ્કા મોટા, વંગ, વરમસેડા, વેરસલપર, વિભાપર, વિરાણી મોટી વગેરે ગામોમાં સ્ત્રી શક્તિ નેતૃત્વ કરશે અને પંચાયતની શાસનધૂરા સંભાળશે. તાલુકાના રવાપર, નેત્રા, વિરાણી મોટી તેમજ નખત્રાણામાં સ્ત્રી અનામતનું રોટશેન આવતા અગાઉથી ગણિત માંડતાઓના ગણિત ઉંધા પડ્યા છે.

સૌથી વધુ વોર્ડ ધરાવતી નખત્રાણા ગ્રામ પંચાયતની ચૂંટણીની બે મહિના પૂર્વે તૈયારીઓ કરી રહેલાઓને પણ જાણે પંચાયત ટળી બીજુ શું એવું કહીને સંતોષ માંડવો પડ્યો હતો. 1958થી આજ સુધી નખત્રાણાને સ્ત્રી અનામત મળી હોતાં વખતે સ્ત્રી અનામત મળતાં ક્યાંક ખુશીનું મોજું પણ જોવા મળ્યું હતું. તાલુકાના ઐયર ગામે સામાન્ય બિનઅનામત, આમારા સામાન્ય બિનઅનામત, અંગિયા મોટા સામાન્ય બિનઅનામત, અંગિયા નાના અ.જા. સામાન્ય, અરલ નાની અ.જા. સામાન્ય, ભીટારા, બિબ્બર, ચવડકા, દનણા, દેશલપર (ગું), દેવપર (યક્ષ), ધાવડા મોટા, ફુલાય, હરીપર, જતાવીરા, ખીરસરા (રોહા), ખીરસરા (સરવા), ખોંભડી મોટી, કોટડા (જ), કોટડા (રોહા), લાખિયારવીરા, લક્ષ્મીપર (નેત્રા), લક્ષ્મીપર (તરા), માધાપર (મંજલ), મંજલ, મોરજર, મુરૂ, વિથોણ જેવા ગામોમાં સામાન્ય બિનઅનામત તેમજ વિગોડી, ઉગેડી, ટોડિયા, અંગિયા મોટા-નાના જેવા ગામો અનુ. જાતિ સામાન્ય તેમજ કાદિયા મોટા, કાદિયા નાના, કલ્યાણપર, ખારડિયા વગેરેમાં સામાજિક શૈ. પછાત વર્ગ તેમજ મંગવાણામાં અનુ. આદિજાતિ સામાન્ય પંચાયતનું રોટેશન આવેલું છે.

આમ, નખત્રાણા તાલુકામાં પંચાયતની શાસનધૂરામાં મહત્ત્વના ગામોમાં સ્ત્રી અનામતની ચૂંટણી યોજાશે.

તાલુકાના નેત્રા, રવાપર, વિથોણ, મથલ, વિરાણી જેવા ગામોમાં મહિલા અનામત

નખત્રાણામાં પ્રથમ વખત મહિલા સરપંચનું શાસન આવશે

અન્ય સમાચારો પણ છે...