તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાપરમાં રહેણાંક ઘરમાંથી 12 હજારનો અંગ્રેજી દારુ જપ્ત, બુટલેગર ફરાર

રાપરમાં રહેણાંક ઘરમાંથી 12 હજારનો અંગ્રેજી દારુ જપ્ત, બુટલેગર ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરપોલીસે અસામાજીક તત્વોને અંકુશમાં લાવવા વધુ એક કાર્યવાહિને અંજામ આપી રહેણાક ઘરમાં દરોડો પાડી 12 હજારના અંગ્રેજી દારુ સાથે કુલ 39 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. જોકે આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો.

રાપર પોલીસ ગત રાત્રીએ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાપરનામ મામલતદાર કચેરી પાછળના વિસ્તારમાં પાણીના ટાંકા પાસે નરેંદ્ર લાખા કોલીના રહેણાક મકાનમાં પોલીસ સ્ટાફે બાતમીના આધારે દરોડૉ પાડતા અંગ્રેજી દારુની વિવિધ બ્રાન્ડની 12,650 ની કિંમતની 89 બોટલનો જથ્થો, 27,090 રોકડ આમ કુલ 39,740 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી દરોડા દરમ્યાન ઘર પર મળી આવતા તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...