• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • રાપરમાં 14 કરોડની પાણીની લાઇનનું ખાતમુહૂર્ત કરાયું

રાપરમાં 14 કરોડની પાણીની લાઇનનું ખાતમુહૂર્ત કરાયું

મઢ જાગીરના ટ્રસ્ટીઓ-અગ્રણીઓએ બહુમાન કર્યું મૌવાણા-દેશલપર સેક્શનના 37 ગામોને થશે ફાયદો

DivyaBhaskar News Network | Updated - Apr 02, 2018, 03:00 AM
રાપરમાં 14 કરોડની પાણીની લાઇનનું ખાતમુહૂર્ત કરાયું
રાપર તાલુકામાં પીવાના પાણીની લાઇનોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્યના હસ્તે તાજેતરમાં યોજાઇ ગયો. ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના હસ્તે કરાયેલાં ખાતમુહૂર્તમાં રાપર જૂથ પાણી પૂરવઠા યોજના હેઠળના ફત્તેહગઢ ડેમમાંથી પાણી લઇને 6.25 કરોડના ખર્ચે મૌવાણા શિવગઢ સેક્શનના 12 જેટલાં ગામોને વિતરીત કરાશે. આ ઉપરાંત સુવઇ ડેમના દેશલપર સેક્શનના 25 જેટલાં ગામો માટે 8.50 કરોડના ખર્ચે પાણી પહોંચાડાશે. મૌવાણામાં 10 લાખ લિટરના સમ્પનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. આ બન્ને કામો માટેની લાઇનો નાખવાના કામના ખાતમુહૂર્ત પ્રસંગે ભચુભાઇ આરેઠીયા, સરપંચ જયવીરસિંહ વાઘેલા, ઉપસરપંચ રણમલ ગસીયા, ગજુભા વાઘેલા, હનુભા વાઘેલા, રામજી કણોલ, પરબત કારા, કાંતિલાલ ઠક્કર, વિનય પરસોડ, કરમશી વૈદ, પા.પૂ. બોર્ડના ઇજનેર કે.પી. સિંઘ, નાયબ ઇજનેર પરીખભાઇ ઉપરાંત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
રાપરમાં 14 કરોડની પાણીની લાઇનનું ખાતમુહૂર્ત કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App