• Gujarati News
  • National
  • નકલી ઘી ફેક્ટરીના આરોપીઓ સુધી કાનૂનના હાથ પહોંચ્યા નથી

નકલી ઘી ફેક્ટરીના આરોપીઓ સુધી કાનૂનના હાથ પહોંચ્યા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના ગાગોદર ગામ નજીક એક વાંઢમાંથી તાજેતરમાં નકલી ઘી બનાવવાની આખેઆખી એક ફેક્ટરી જૂની સરકારી ઈમારતમાંથી પકડાઈ હતી, જેમાંથી અઢળક જથ્થો મળ્યા છતાં હજી સુધી કોઇ પણ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી.

રાપરના ગાગોદર ગામ નજીક આવેલી ભલાણીવાંઢમાં બાળ વિકાસ કેન્દ્રની બંધ થઈ ગયેલી સરકારી ઈમારતમાંથી પોલીસે દરોડો પાડી ઘી બનાવવાની સામગ્રી, ડબ્બાઓ, તપેલાં, વલોણુ સહિતની સામગ્રીઓ મળી કુલ 2,73,825નો મુદામાલ પકડી પાડ્યો હતો. ઈમારતમાં નકલી ઘી બનાવવાનું કારખાનું મહિનાથી ધમધમતું હોવાનું કહેવાય છે. તે પહેલાં તે ગામની અંદર હતું, પરંતુ સ્થાનિકે ગંધની ફરિયાદ ઉઠતાં તેને બહાર ખસેડાયું હતું. આખો સરંજામ પકડાયા બાદ આરોપીઓને પકડવાનું તો દૂર હજી સુધી એક પણ વ્યક્તિની શકમંદ તરીકે પૂછપરછ સુદ્ધાં કરવામાં આવી નથી. જે વ્યક્તિઓ સરકારી ઈમારતનો ઉપયોગ નકલી ઘી બનાવવાના કારખાના તરીકે કરી શકે તેમની પાછળ સારું એવું પીઠબળ હોવાની પણ ચર્ચા છે, ત્યારે અંગે તપાસનીશ બી.જે. પરમારનો સંપર્ક સાધતાં તેમણે પકડાયેલું ઘી લોકોના ખાવા માટેનું નહીં, પરંતુ પૂજા માટે હતું તેવો માર્કો ડબ્બાઓ પર હોવાનું જણાવ્યું હતું. અંગે ઘીનો એફએસએલ રિપોર્ટ આવ્યો હોવાથી આગળ કાંઈ તપાસ નથી થઈ તે પણ ઉમેર્યું હતું.

હજુ લેબ રિપોર્ટ આવ્યો નથી, પકડાયેલું ઘી પૂજા માટે વપરાતું હોવાનું કહ્યું પોલીસે

ગાગોદર પાસે ઈમારતમાંથી પકડાઈ હતી

અન્ય સમાચારો પણ છે...