• Gujarati News
  • National
  • રાપરથીમાં અપહરણનો આરોપી બે વર્ષે ઝડપાયો

રાપરથીમાં અપહરણનો આરોપી બે વર્ષે ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેવર્ષથી માણસા પોલીસને હંફાવતો સગીરાના અપહરણનો આરોપી રાપરમાં બે વર્ષથી રહેતો હોવાની બાતમી મળતાં રાપર પોલીસે તેને ધરદબોચ્યો હતો. બે વર્ષ પહેલાં તે 15 વર્ષીય સગીરાને માણસાથી ફોસલાવીને ઉઠાવી ગયો હતો.

2015માં ગાંધીનગરના માણસા ખાતેથી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરીને રાપર લઈ આવેલો વિરમ બધાભાઈ કોલી (ઉ.વ.26-રહે. ડાવરી) છેલ્લા બે વર્ષથી માણસા પોલીસને હંફાવતો હતો. બાતમીના આધારે બે વાર માણસાની પોલીસ રાપરમાં આવીને ગઈ હતી, પરંતુ તેને હાથે નહોતો ચડતો. બાતમી મળતાં આખરે રાપર પોલીસે ત્રંબૌ ત્રણ રસ્તા પાસેથી તેની અટક કરી હતી. બે વર્ષ અગાઉ તે અપહરણ કરી લાવેલો તે સગીરા અત્યારે 17 વર્ષની છે. જેનો એક છોકરો પણ છે, જેથી આરોપી પર પોક્સો પણ લગાવવામાં આવ્યો છે. વિરમ 2015માં માણસા તેના ભાઈના સસરાના ઘરે ગયો હતો, જ્યાંથી બન્નેની આંખ મળી જતાં ભાગી છૂટ્યા હતા. કાર્યવાહીમાં પીએસઆઈ સહિત એએસઆઈ શિવજી મંગરિયા, પો. કોન્સ. ભીમાભાઈ ગોહિલ અને રમેશભાઈ ચાવડા તથા અન્યો જોડાયા હતા.

બે વાર માણસાની પોલીસ રાપર આવી, પણ શખ્સ હાથતાળી આપતો રહ્યો

અન્ય સમાચારો પણ છે...