• Gujarati News
  • National
  • મોટી રવના દાતારોએ પૂરપીડિતો માટે 3 લાખની સહાય પહોંચાડી

મોટી રવના દાતારોએ પૂરપીડિતો માટે 3 લાખની સહાય પહોંચાડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રરાજ્યને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ હવે વિરામ લીધો છે ત્યારે અતિવૃષ્ટિનો ભોગ બનેલા બનાસકાંઠા અને પાટણના વિસ્તારોમાં હવે ધીરે-ધીરે જનજીવન થાળે પડી રહ્યું છે. લોકોના પુન:વસનમાં મદદરૂપ થવા માટે રાજ્યભરમાંથી સહાયનો દોર અવિરત ચાલુ છે. રાપર તાલુકાના મોટી રવના દાતાર આગેવાનોએ પણ પીડિતોને સહાયભૂત થવા માટે વિવિધ સામગ્રીઓની કીટ તૈયાર કરીને પહોંચાડી છે.

અગ્રણીઓ દ્વારા ઘરોઘરથી મેળવેલા સામાનમાંથી રાશનકીટ, ફૂડપેકેટ, વસ્ત્રો, ગરમ ધાબળા સહિતની વસ્તુઓની લગભગ 3 લાખની કિંમતની કીટ તૈયાર કરી ટેમ્પો ભરીને વાવ પંથક અને થરાદ પંથકના અસરગ્રસ્ત ગામોમાં પહોંચાડવામાં આવી હતી. કાર્યમાં તાલુકા પંચાયતના સદસ્ય રાજુભા જાડેજા, ધનુભા જાડેજા, દિલુભા જાડેજા, કિશોરસિંહ જાડેજા, રામભા વનાજી, સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

રાશનકીટ, ફૂડપેકેટ, વસ્ત્રો સહિતની સામગ્રીનો ટેમ્પો પહોંચાડાયો

અન્ય સમાચારો પણ છે...