તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપરમાં જ્વેલર્સની દુકાનમાં આગ ભભુકી : 3 લાખનું નુકસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં જ્વેલર્સની દુકાનમાં આગ ભભુકી : 3 લાખનું નુકસાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરનામાલીચોકમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં એકાએક આગ ફાટી નીકળતાં દોડાદોડી થઈ પડી હતી. પાલિકાના ફાયરફાઈટરે આગ કાબૂમાં લીધી હતી. અંદાજે 3 લાખ જેટલાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

શુક્રવારે સવારે 11 વાગ્યાના અરસામાં રાપરના માલીચોકમાં આવેલી વિષ્ણુ જ્વેલર્સમાં શોર્ટસર્કિટ થવાના કારણે દુકાનધારક મુકેશભાઈ બાબુલાલ સોનીના જણાવ્યા અનુસાર તેમાં રહેલા સી.સી.ટી.વી. કેમેરા, ફર્નિચર, ઈન્વર્ટર, દાગીના બનાવવાનું મશીન તથા અન્ય સામગ્રી સાથે 3 લાખથી વધુની નુકસાની થઈ હતી. આગની જાણ થતાં નગરપાલિકાના ફાયરફાઈટરે ઘટનાસ્થળે ધસી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. દાગીના બનાવી ગુજરાત ચલાવતા સોની પરિવારને સરકાર દ્વારા મદદ કરવામાં આવે, તેવી પણ ઘટના બાદ માંગ ઉઠવા પામી હતી.

રાપરમાં સોનીની દુકાનમાં આગ લાગ્યા બાદ નજરે પડતી સામગ્રી.

ભસ્મિભૂત બનેલો માલસામાન

શોર્ટસર્કિટથી લાગેલી આગમાં મશીન, ફર્નિચર બળીને ખાખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો