તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આદર્શ ગામ સુવઇમાં મોટા ભાગના કામો પૂર્ણતાના આરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદર્શ ગામ સુવઇમાં મોટા ભાગના કામો પૂર્ણતાના આરે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદર્શગ્રામ યોજના અંતર્ગત સાંસદ દ્વારા પસંદ કરાયેલા રાપર તાલુકાના સુવઈ ગામમાં મોટા ભાગના કામો પૂર્ણતાના આરે છે અને બાકીના કાર્યો તાકીદે પૂર્ણ કરવાની સુચના અપાઇ છે, તેવી વિગત ભુજમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં અપાઇ હતી.

કલેક્ટર મુકુલ ગાંધીના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં સાંસદ વિનોદ ચાવડાએ સુવઇમાં થયેલાં કાર્યોની સમીક્ષા કરતા 80 ટકાથી વધુ કામો પૂર્ણ કરાયા છે તેમજ તેમ જણાવતાં બાકી રહેલા સી.સી. રોડ, ગટર, અને જર્જરિત કૂવાના મરંમતકામ માટે પોતાની 17.50 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી.

નિયત સમયમર્યાદામાં દરેક કામો પૂર્ણ થઇ જાય તેવી સૂચના તેમણે સંબંધિતોને આપી હતી. ઉપરાંત આદર્શ ગામ તરીકે શૌચાલય નિર્માણ સહિતની સ્વચ્છતા જાળવવા તેમણે તાકીદ કરી હતી.

ગામમાં બાકી રહેતા લોકોને રાશનકાર્ડ, આધાર કાર્ડ, વીમા યોજના, મા અમૃતમ યોજના અને મા વાત્સલ્ય કાર્ડનું કાર્ય 100 ટકા પૂર્ણ થાય તે માટે ફરીથી એકવાર કેમ્પોનું આયોજન કરવામાં આવે તેવું સૂચન તેમણે કર્યું હતું.

જિલ્લા પંચાયત અધ્યક્ષ કૌશલ્યાબેન માધાપરિયા, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા, ભુજ ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ, જિલ્લા આયોજન અધિકારીએ બાકી રહેતા કામોની સમીક્ષા કરી હતી.

ભુજમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો