તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાગડના નાગજી કોળી હત્યા કેસમાં વોન્ટેડ આરોપી હંસરાજને સાયબર સેલે ઝડપ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાગડના નાગજી કોળી હત્યા કેસમાં વોન્ટેડ આરોપી હંસરાજને સાયબર સેલે ઝડપ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનાવાગડ પંથકમાં રહેતા નાગજી કોળીની હત્યા કરી તેની લાશને જંગલમાં દાટી દિધા બાદ પોલીસથી બચવા નાસતો ફરતો રીઢો ગુનેગાર હંસરાજ ડાહ્યાભાઈ મહેશ્વરી (41)ની અમદાવાદ સાયબર સેલના પીઆઈ વી.કે.ખાંટ તેમજ પીએસઆઈ બી.એચ.કોરટે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી ઝડપી લીધો છે. સાયબર સેલે આરોપી હંસરાજની પૂછપરછ કરતા તે રાપર જીલ્લાના વજેપર ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. સાસરી અમદાવાદના કુબેરનગરમાં છે. હંસરાજે રાપર તાલુકાના જેસડા ગામમાં રહેતા ઈન્દુભા રાજુભા જાડેજા તેમજ ખેડુકા ગામના રહિશ કાનાભાઈ ગોહીલ પાસેથી નાગજીભાઈ કોળીની હત્યા કરવાની રૂ.5 લાખની સોપારી લીધી હતી. સોપારી લઈ નાગજી કોળીની હત્યા કરી તેની લાશને જંગલમાં દાટી દિધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો