તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છમાં 25 મામલતદાર અને 11 કારકૂનની આંતરિક બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં 25 મામલતદાર અને 11 કારકૂનની આંતરિક બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનામહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા 25 મામલતદાર અને કારકૂન સંવર્ગના 11 કર્મચારીઓની વહીવટી કારણોસર આંતરિક બદલીના હુકમ કરાયા છે.

કલેક્ટર મુકુલ ગાંધીએ કરેલા આદેશ અનુસાર સૌથી વધુ ભુજના 11, અબડાસાના 4, ગાંધીધામ, અંજાર, ભચાઉ અને માંડવીના 2-2, તેમજ મુન્દ્રા અને રાપરના 1-1 મામલતદારની બદલી કરાઇ છે. ઉપરાંત કારકૂન સંવર્ગના 11 કર્મચારીની પણ બદલીના હુકમ નિવાસી અધિક કલેક્ટર આઇ. આર. વાળાએ કર્યા હતા જેમાં ભુજના 7 તથા અંજાર, ભચાઉ, નખત્રાણા તેમજ અબડાસાના 1-1 કર્મચારીનો સમાવેશ થાય છે.

આંતરિક બદલીના કરાયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો હુકમ સંબંધિત અધિકારીઓને કરાયા છે. અા બદલી થવાથી તેમને ઠેરઠેરથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો