તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રવેચી તીર્થધામના ભાતીગળ મેળે માનવ મહેરામણ ઉમટ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવેચી તીર્થધામના ભાતીગળ મેળે માનવ મહેરામણ ઉમટ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણકાંધીનીરખેવાળ મા રવેચીનો પ્રસિદ્ધ મેળો ભાદરવા સુદ-આઠમના રાપરથી 14 કિ.મી. દૂર માતાજીના સ્થાનકે યોજાયો હતો.

મેળામાં કચ્છ-સૌરાષ્ટ્રથી લઇને સમગ્ર રાજ્ય અને છેક મુંબઇથી પણ ભાવિકો વિશાળ સંખ્યામાં ઉમટ્યા હતા. રબારી, રાજપૂત, પાટીદાર, ભરવાડ, આંજણા પટેલ સહિતના સમાજોની મહિલાઓ ભાતીગળ પહેરવેશમાં સજ્જ થઇ મેળામાં ઉમટી પડી હતી.

મેળામાં દાતાઓના સહકારથી ચા અને છાશના તો પરબ મંડાયા હતા. ઉપરાંત, બાળકોના મનોરંજન અર્થે ચકડોળ, ટ્રેન, જાદુગર સહિતની વ્યવસ્થા હતી. કચ્છી ભરતથી માંડીને કટલેરી, રમકડાં અને ખાણી-પીણીના વિવિધ સ્ટોલની લોકોએ મુલાકાત લઇને મજા માણી હતી.

સુરક્ષા સેતુ સોસાયટી, આરોગ્ય તથા ખાદી ભંડાર સહિતના સમાજોપયોગી પ્રદર્શનના પણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. એસ.ટી. નિગમ દ્વારા 30થી વધુ બસો ભાવિકોની સુવિધા માટે દોડાવવામાં આવી હતી.

પ્રસંગે કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે પૂર્વ કચ્છ પોલીસવડા ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ભચાઉ ડીવાયએસપી વી.જે. ગઢવી, પીઆઇ વી.આર. ચૌધરી, એસ.જી. ખાંભલા, એલસીબી પીએસઆઇ વી.એલ. ગાગિયા, એમ.કે. દેસાઇ સહિતના અધિકારીઓ તથા સ્ટાફગણે મેળાની સૂચારુ વ્યવસ્થા જાળવી હતી.

મેળાની મજા માણવા સામાજિક-રાજકીય અગ્રણીઓ સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રવેચી મંદિરના મહંત ગંગાગિરિબાપુ, કારભારી જે.ડી. ઠક્કર, સુરેશ પટેલ સહિતના કાર્યકરોએ આયોજન-વ્યવસ્થા સંભાળી હતી.

સુચારુ વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર રહ્યંુ ખડેપગે

રણકાંધીએ મેળાની રમઝટ

રણકાંધીએ આવેલા મા રવેચીના મેળામાં વિવિધ મનોરંજન માણવા ઉમટી પડેલા લોકો તસવીરમાં નજરે પડે છે.

સારા વરસાદને પગલે રંગત દેખાઇ : એસ.ટી. નિગમે 30થી વધુ બસો દોડાવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો